AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં આહવામાં ‘જલારામ ખમણ’ની એજન્સી અપાવવાના નામે યુવક સાથે 50 હજારની છેતરપિંડી..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં એક વેપારી સાથે વ્યવસાયિક એજન્સી અપાવવાના બહાને વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ આહવા પોલીસ મથકે નોંધાઈ છે. આહવામાં રહેતા ઘનશ્યામભાઈ વસંતભાઈ ભદાણે નામના વ્યક્તિએ જૂનેદભાઈ ઝાકીરભાઈ પઠાણ (રહે. ચીખલી, નવસારી) વિરુદ્ધ છેતરપિંડીની લેખિત ફરિયાદ આહવા પોલીસ ઇન્સ્પેક્ટર સમક્ષ રજૂ કરી છે.ફરિયાદ મુજબ, આહવામાં અગાઉ કાર્યરત ‘જલારામ ખમણ હાઉસ’ના સંચાલક પીનુભાઈ બાગુલને ત્યા જૂનેદ પઠાણ દ્વારા નાસ્તો પૂરો પાડવા આવતો હતો. આ સમય દરમિયાન ફરિયાદી ઘનશ્યામભાઈ અને જૂનેદ વચ્ચે ઓળખાણ થઈ હતી. જૂનેદ પઠાણે ફરિયાદીને પોતે ‘જલારામ ખમણ’ની એજન્સી અપાવી દેશે તેવો ભરોસો આપ્યો હતો.જૂનેદની વાતોમાં આવીને ફરિયાદી એજન્સી લેવા તૈયાર થયા હતા. એજન્સી પેટે આરોપીએ 50,000 રૂપિયાની માંગણી કરી હતી. આ રકમ ફરિયાદીના ભત્રીજા વીરલભાઈ ભગવાનદાસ ભદાણે દ્વારા   ફોન-પે (PhonePe) મારફતે ટ્રાન્સફર કરવામાં આવી હતી:પૈસા ટ્રાન્સફર કર્યા બાદ લાંબો સમય વીતી જવા છતાં એજન્સી બાબતે કોઈ પ્રક્રિયા થઈ ન હતી. જ્યારે ફરિયાદીએ જૂનેદનો સંપર્ક કર્યો, ત્યારે તે દર વખતે “થોડા સમયમાં થઈ જશે” તેમ કહી વાયદા કરતો રહ્યો. બાદમાં તપાસ કરતા જાણવા મળ્યું કે જૂનેદે આ નાણા કોઈ સત્તાવાર કંપનીના બદલે ‘જલારામ ખાન ચીખલી’ના નામના વ્યક્તિગત ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા.છેતરપિંડી થયાનો અહેસાસ થતા ફરિયાદીએ જુનેદના પિતાનો સંપર્ક કર્યો હતો. તેના પિતાએ શરૂઆતમાં નાણાં પરત કરવાની ખાતરી આપી હતી, પરંતુ હવે આરોપી કે તેના પિતા કોઈ પણ ફોન રિસીવ કરી રહ્યા નથી.અંતે, પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનું જણાતા ઘનશ્યામભાઈ ભદાણેએ તારીખ 13/01/2026 ના રોજ આહવા પોલીસ મથકે લેખિત અરજી આપી જુનેદ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે…

Back to top button
error: Content is protected !!