અંબાજી માં મહારાજા અગ્રસેન જી ની 5149 મી જન્મ જયંતી ઉજવાઇ, પ્રીવેડિંગ જેવા ખોટાં ખર્ચા ઉપર પ્રતિબંધ મૂકવા માંગ
4 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
અગ્રવાલ સમાજ ના ઈસ્ટ દેવ માનતા મહારાજા શ્રી અગ્રસેન જી ની અંબાજી માં જન્મ જયંતિ સમાજ અને અગ્રસેન ભવન ના અધ્યક્ષ રાધેશ્યમજી Agrawal na પ્રમુખ સ્થાને ભારે ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવી હતી મહારાજ અગ્રસેન જી ને ભગવાન શ્રીરામ ના વંશજ માનવામાં આવ્યા છે ને આસો મહિના ની પ્રથમ તિથિ એટલે કે શારદીય નવરાત્રી ના દિવસે તેમની જન્મ જયંતી મનાવવામાં આવે છે તેથી મહારાજા અગ્રસેન જી અગ્રવાલ સમાજ ના જનક પણ કહેવાય છે પરંપરા ગત રીતે ચાલતી અગ્રસેન મહારાજ ની 5149 મી જન્મ જયંતી ભારે ઉત્સાહ પૂર્વક કરવામાં આવી હતી જે સાંજ ના સુમારે રાધાકૃષ્ણ મંદિર થી આરતી કરી વિશાળ શોભાયાત્રા અંબાજી માં પરિભ્રમણ કર્યું હતું જેમાં વિશેષ માત્ર માં મહિલા મંચ જોડાયું હતું ને ઠેક ઠેકાણે ગરબા ની રમઝટ બોલાવી હતી આ શોભાયાત્રા અંબાજી માં પરિભ્રમણ કરી શ્રી અગ્રસેન ભવન ખાતે સભા સ્વરૂપે ફેરવાઈ હતી જ્યાં સમાજના કુરિવાજો સમાજ માં જન્મ અને મરણ વખતે કરાતા ખોટા ખર્ચા તેમજ ખાસ કરીને અગ્રવાલ સમાજ માં પ્રીવેડિંગ જેવી પ્રથા ઉપર રોક લગાવવા ચર્ચા કરાઈ હતી સાથે સમાજ સંગઠિત બને તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતા.જોકે મહારાજા અગ્રસેન જયંતી નિમિત્તે ત્રણ દિવસ યોજાયેલા વિવિધ કાર્યક્રમો માં વિજેતા પામેલા પ્રતિસ્પર્ધીઓ ને પ્રોત્સાહિત ઈનામ આપી સન્માનિત કરાયા હતા





