૧૮ મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા-૨૦૨૬ સંપન્ન,ગિરનારને સર કરવા દેશના ૧૨ રાજ્યોના ૫૧૬ સ્પર્ધકોએ દોટ મૂકી હતી
૧૮ મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા-૨૦૨૬ સંપન્ન,ગિરનારને સર કરવા દેશના ૧૨ રાજ્યોના ૫૧૬ સ્પર્ધકોએ દોટ મૂકી હતી

જોમ અને જુસ્સા સાથે રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને સર કરવા આજે દેશના ૧૨ રાજ્યોના ૫૧૬ સ્પર્ધકોએ દોટ મૂકી હતી. સ્પર્ધામાં સિનિયર બહેનોમાં પ્રથમ ક્રમે ૩૨.૧૪ મિનિટના સમય સાથે ઉત્તર પ્રદેશની તામસી સિંઘે મેદાન માર્યું હતું. સિનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમે ગુજરાત ના વસાવા અનિલે ૫૮.૧૬ મિનિટમા, જયારે જુનિયર બહેનોની કેટેગરીમાં પ્રથમ ક્રમે ૩૭.૨૦ મિનિટના સમય સાથે ઉત્તર પ્રદેશની બંદના યાદવ અને જુનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમે ૬૦.૫૨ મીનીટ ના સમય સાથે ગુજરાતના દિવાકર રાજભરે પ્રથમ ક્રમ હાસિલ કર્યો હતો.જયારે સીનીયર બહેનોમાં બીજા ક્રમે ઉતરપ્રદેશની નેહા મીશ્રાએ ૩૮.૫૫ મીનીટમા ,ત્રીજા ક્રમે ગુજરાતના વેગડ કાજલ એ ૩૯.૨૬ મીનીટમાં, સીનીયર ભાઈઓમાં બીજા ક્રમે ગુજરાતના વસાવા ઈનેશ એ ૫૯.૧૬ મીનીટ સાથે, ત્રીજા ક્રમે દીવના વીજ્ઞનેશ ચીમનલાલ એ ૬૦.૧૯ મીનીટના સમય સાથે, જુનીયર બહેનોમાં બીજા ક્રમે ગુજરાતના કઠેસીયા અસ્મીતા ૩૭.૩૬ મીનીટ સાથે, ત્રીજા ક્રમે ગુજરાતના સોલંકી કાજલ ૩૮.૭ મીનીટના સમય સાથે, જુનીયર ભાઈઓમાં બીજા ક્રમે ગુજરાતના વીમલ વણઝારા ૬૪.૧૦ મીનીટ સાથે ,ત્રીજા ક્રમે ઉતરપ્રદેશના અંકુરભાઈ એ ૬૫.૧૯ ના સમય સાથે ગિરનાર સર કર્યો હતો.યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત અખિલ ભારત ગિરનાર આરોહણ સ્પર્ધા સવારે ૬-૪૫ કલાકે ભાઈઓના પ્રથમ ચરણની સ્પર્ધાનો કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવ્યો હતો. ત્યાર પછી બહેનોની સ્પર્ધાનો પ્રારંભ થયો હતો.મંગલનાથ આશ્રમ ભવનાથ ખાતે યોજાયેલ ઈનામ વિતરણ પદાધિકારીઓ – અધિકારીઓના હસ્તે રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવ્યા હતા. ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા એ અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું હતું કે,૧૮ મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ૧૨ જેટલા રાજયોમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો છે.તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ફિટ ઇન્ડિયાનો મંત્ર અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની મેદસ્વિતા મુકત ગુજરાતની નેમ ને ગિરનાર સ્પર્ધા સાર્થક કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોના કારણે ગિરનાર આરોહણ અવરોહણની અઘરી ગણાતી સ્પર્ધામાં ઇનામી રાશિમાં માતબર વધારો કરવામાં આવ્યો છે.તેમણે ઉમેર્યું હતું કે તપોભૂમિ ગિરનાર પર્વત પર સ્પર્ધા યોજાય છે.ત્યારે અહીં સ્પર્ધકોને ગિરનારી મહારાજના, સાધુ સંતોના આશીર્વાદ મળે છે. અહીંથી સ્પર્ધકોને એક અનોખી ઉર્જા અને ચેતના મળે છે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં સ્પર્ધકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે એ રીતે આયોજિત કરવામાં આવે છે. તેમણે સ્પર્ધાના સફળ આયોજન બદલ યુવા વિકાસ અધિકારી શ્રી નીતાબેન વાળા અને તેની ટીમને અભિનંદન આપ્યા હતા.આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન સુશ્રી પલ્લવીબેન ઠાકરે જણાવ્યુ હતુ કે, અતિ કઠિન ગણાતી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવો એ જ ગૌરવની વાત છે.તેમણે ૧૮ મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા.જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવ રૂપારેલીયાએ અત્યંત કઠિન ગણાતી આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અત્યંત પડકારજનક ગણાતી ગિરનાર સ્પર્ધા આ વર્ષે બાર રાજ્યમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો છે.સમારોહમાં સ્વાગત પ્રવચન જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી એન.ડી.વાળાએ કર્યું હતું. સ્પર્ધા દરમિયાન મેડીકલ કોલેજના તબીબો,જિલ્લા વ્યાયામ મંડળના શિક્ષકો,રમતગમત વિભાગના કર્મચારીઓ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ સહયોગી થઈ હતી. આ ઈનામ વિતરણ સમારોહના કાર્યક્રમનુ સફળ સંચાલન ગાયત્રીબેન શર્મા અને નિરાલીબેન સોનીએ કર્યું હતુ.અખિલ ભારતીય ગિરનાર સ્પર્ધામાં સિનિયર ભાઈઓ બહેનો અને જુનિયર ભાઈઓ બહેનોની કુલ -૪ કેટેગરીમાં પ્રથમ ક્રમે વિજેતા થનારને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧ લાખનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ઉપરાંત ઉક્ત ચારેય કેટેગરીમાં ટોપ -૧૦માં સ્થાન પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને કુલ રૂ.૧૯ લાખના પુરસ્કાર વિતરીત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે શાસક પક્ષના નેતા મનન અભાણી,ગુજરાત રાજ્ય વ્યાયામ મંડળના પ્રમુખ રણજીતસિંહ વાઘેલા, કોર્પોરેટર પુંજાભાઈ સિસોદિયા, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, સહિતના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.સ્પર્ધા દરમિયાન મેડીકલ કોલેજના તબીબો,જિલ્લા વ્યાયામ મંડળના શિક્ષકો, રમતગમત વિભાગના કર્મચારીઓ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ સહયોગી થઈ હતી. જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી એન.ડી.વાળા અને એમની ટીમના સહયોગથી સ્પર્ધાને સફળ બનાવી હતી
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ







