આણંદ – સિવિલ હોસ્પિટલ માં 300 બેડની જગ્યાએ 517 બેડ સુવિધા ઉપલબ્ધ થશે

આણંદ – સિવિલ હોસ્પિટલ માં 300 બેડની જગ્યાએ 517 બેડ સુવિધા ઉપલબ્ધ થશે
તાહિર મેમણ- આણંદ – 27/10/2025 – આણંદ મહાનગર પાલિકા બનતા તેમજ જિલ્લાની વસ્તીને ધ્યાને રાખીને આણંદના ધારાસભ્ય એ રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી.જેના ભાગરૂપે ત્રણ માળ માં વધુ બે માળ બનાવવા એટલે કે પાંચ માળની સિવિલ હોસ્પિટલ બનાવવા માટે રૂ 208.67 કરોડની મંજૂરી મળી હતી. હવે 300 બેડની જગ્યાએ 517 બેડ સુવિધા ઉપલબ્ધ થશે.હાલમાં સિવિલ કામ અટકી ગયું છે. પરંતુ ત્રીજા માળ સુધી કામગીરી પૂર્ણતાના આરે છે. હવે ચોથા અને પાંચ માળની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
આણંદ શહેર સહિત જિલ્લાની જનતાને ગંભીર બિમારમાં અમદાવાદ વડોદરા સિવિલમાં જવુના પડે તે માટે અને ક્રિટિકલ કેર બ્લોક ,બાળકોની સારવાર માટે પીડીયાટ્રીક વોર્ડ સહિત આધુનિક સુવિધા ઉભી કરવા માટે આણંદના ધારાસભ્ય યોગેશે પટેલ રાજ્ય સરકાર અને ભારત સરકારમાં રજૂઆત કરી હતી. તેઓની રજૂઆતને ધ્યાને લઇને સરકારે રૂ 208.67 કરોડની મંજૂરી આપી હતી.
આણંદ સિવિલ હોસ્પિટલ હવે ત્રણ માળની જગ્યાએ પાંચ માળની બનશે. તેમજ વધુ 217 બેડ સમાવેશ થશે. ભારત સરકારની યોજના પીએમ-અભિમ અંતર્ગત 100 પથારીની ક્રિટિકલ કેર બ્લોક (સીસીબી), ઇસીઆરપી-II અંતર્ગત 42 પથારીની પીડીયાટ્રીક વોર્ડ તથા શ્રેષ્ઠા-જી અંતર્ગત ઓબસ્ટ્રેટીક આઈસીયુ, સેમેનોક, બ્લડ સેન્ટર અને મોડયુલર ઓટી-2 મંજુર કરવામાં આવેલ છે.





