AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં ૬ શિક્ષકોએ શિક્ષણક્ષેત્રે ગૌરવસભર સિદ્ધિ મેળવી ડાંગ જિલ્લાનું ગૌરવ વધાર્યું

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

નોલેજ વેલી ફાઉન્ડેશન અને ધ સ્કૂલ ઓફ સાયન્સ, પાલનપુર (ગુજરાત) દ્વારા આયોજિત “ગુજરાત સારસ્વત સન્માન – 2026” કાર્યક્રમ અંતર્ગત ગુણવત્તાયુક્ત અને આધુનિક શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર સમગ્ર ગુજરાતના પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યુ હતુ.આ ગૌરવસભર કાર્યક્રમ તા. 11 જાન્યુઆરી 2026ના રોજ પાલનપુર ખાતે યોજાયો હતો.આ કાર્યક્રમમાં શિક્ષણની ગુણવત્તા વધારવા, નવીન અભિગમ અપનાવવા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે નોંધપાત્ર કામગીરી બદલ ડાંગ જિલ્લાના 6 શિક્ષકોને પ્રમાણપત્ર, મેડલ તથા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તથા તેમની ઉમદા કામગીરી બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.આ તમામ શિક્ષકોએ પોતાની નિષ્ઠા, સમર્પણ અને પ્રતિબદ્ધતા દ્વારા સમગ્ર ડાંગ જિલ્લાનું નામ ગૌરવપૂર્વક રોશન કર્યું છે.સન્માન પ્રાપ્ત કરનાર ડાંગ જિલ્લાના શિક્ષકોમાં પરિમલસિંહ દિનેશસિંહ પરમાર (B.R.C. Co-ordinator, સુબીર), કિશનભાઈ ચીમનભાઈ વાડુ (શિક્ષક, પ્રાથમિક શાળા ભવાનદગડ), નીતિનભાઈ સોમાભાઈ બંગાળ (શિક્ષક, પ્રાથમિક શાળા વાંઝેટેમ્બ્રુન), હેમંતકુમાર કાશીનાથભાઈ ભોયે (શિક્ષક, પ્રાથમિક શાળા ટાંકલીપાડા મુખ્ય), સુરેશભાઈ શંકરભાઈ ગાઉન્ડા (શિક્ષક, પ્રાથમિક શાળા મુરમબારી) અને  મનિષકુમાર રમણભાઈ થોરાટ (શિક્ષક, માધ્યમિક શાળા લિંગા)નો સમાવેશ થાય છે.આ તમામ શિક્ષકોને શિક્ષણની ગુણવત્તા, મૂલ્યનિષ્ઠ શિક્ષણ અને આધુનિક શિક્ષણ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે સતત કાર્યરત છે. તેઓ સંસ્કાર, સંવેદના, શિસ્ત, સર્જનાત્મકતા અને માનવ મૂલ્યોના સંચાર દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અવિરત પ્રયત્નો કરે છે. શિક્ષકનું કાર્ય માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત ન રહી સમાજને યોગ્ય દિશા આપનાર પ્રેરણાસ્ત્રોત બનતું હોય છે. તેમના વિચારો, કાર્યશૈલી અને વ્યક્તિત્વ અનેક વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સમાજ માટે પ્રેરણારૂપ બને છે, જેનું ઉત્તમ ઉદાહરણ આ સન્માનિત સારસ્વતો છે..

Back to top button
error: Content is protected !!