દાંતા તાલુકામાં 39 ગ્રામ પંચાયત માટે સરપંચ ના 60 અને વોર્ડ સભ્ય માટે 283 ઉમેદવારી ફોર્મ ભરાયા, અંબાજી માં સરપંચ માટે 5 ઉમેદવાર, 18 વોર્ડ માટે 83 ઉમેદવારી ફોર્મ ભરાયા

10 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
દાતા તાલુકામાં કુલ 39 ગ્રામ પંચાયતોની ચૂંટણી ૨૨ જુને યોજનારી છે જેને લઇ આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો જેના પગલે દાતા મામલતદાર કચેરીએ ભારે ભીડ જોવા મળી હતી ને સવારથી જ સાંજ સુધી ચૂંટણી લડનારા ઉમેદવારો નો તાતો લાગેલો રહ્યો હતો જ્યારે ત્રણ વાગ્યા સુધી ફોર્મ લેવાની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ દાતા તાલુકાની 39 ગ્રામ પંચાયતોમાંથી 60 જેટલા સરપંચ માટેના ફોર્મ ભરાયા હતા ત્યારે 283 જેટલા વોટ સભ્ય માટે ઉમેદવારી સભ્ય ફોર્મ ભરાયા છે *આજે કેટલીક પંચાયતોમાં એક એક ફોર્મ ભરાતા ફોર્મ ની ચકાસણી થયા બાદ બિનહારી ઉમેદવાર જાહેર થઈ શકે છે જ્યારે કેટલીક પંચાયતમાં વોર્ડ અને સરપંચ માટે એક એક ફોર્મ ભરાતા ફોર્મ ની ચકાસણી બાદ તે ગ્રામ પંચાયત સમરસ પણ જાહેર થઈ શકે છે* જ્યારે તાલુકા વિકાસ અધિકારીએ આ ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પર્વની ઉજવણી કરવા બજે ડી રાવલ (તાલુકા વિકાસ અધિકારી) એ અપીલ કરી છે









