
નર્મદા જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં રાજપીપળા પોલીસ મથકનું વાર્ષિક ઇન્સપેકશન સાથે લોકસંવાદ કાર્યક્રમ યોજાયો
નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા રાજપીપળા પોલીસ મથકનું ઇન્સ્પેક્શન કરી લોકો સાથે વિવિધ મુદ્દે સીધો સંવાદ
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજપીપળા પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો જેમાં રાજપીપળા શહેરમાંથી વિવિધ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની રજૂઆતો પોલીસ અધિકક્ષક સમક્ષ મૂકી હતી
નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકની સાથે નાયબ પોલીસ અધિક્ષક સંજય શર્મા તેમજ પ્રો. નાયબ પોલીસ અધિક્ષક કૃણાલસિંહ પરમાર તેમજ નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા રાજપીપળા ટાઉન પી.આઇ. વી કે ગઢવી દ્વારા ઇન્સ્પેક્શન સંદર્ભે જિલ્લા પોલીસ વડાને વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી તેમજ પોલીસ મથકની કામગીરી સંદર્ભે વાકેફ કર્યા હતા લોક સંવાદમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા કેટલાક મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી જેનો જિલ્લા પોલીસ વડા દ્વારા સુખદ ઝડપી નિકાલ લાવવા બાહેધરી આપવામાં આવી હતી
સમગ્ર મામલે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે દ્વારા જણાવાયું હતું કે ગુજરાત સરકાર દ્વારા ઇન્સ્પેક્શન સમયે લોક સંવાદ કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવે છે જેથી કરીને સામાન્ય પ્રજા અધિકારી સાથે સીધો સંવાદ કરી શકે અને સમસ્યાઓની રજૂઆત કરી શકે અને લોકોની સમસ્યાનું સમાધાન આવે તે દિશામાં ગુજરાત સરકાર ગુજરાત પોલીસ અને નર્મદા પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
આ પ્રસંગે ઉપસ્થિત પોલીસ અધિકારીઓ દ્વારા શાળાના બાળકોને પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું





