આણંદમાં અમુલ ડેરી રોડ પર 7 દુકાનદારોને રૂપિયા 70 હજારનો દંડ ફટકાર્યો

આણંદમાં અમુલ ડેરી રોડ પર 7 દુકાનદારોને રૂપિયા 70 હજારનો દંડ ફટકાર્યો
તાહિર મેમણ – આણંદ 04/12/2025 -વારંવાર સૂચનાઓ છતાં લારીઓ ઊભી રાખી ટ્રાફિક સમસ્યા સર્જતા દબાણો દૂર કરાયા હતા. આ કાર્યવાહી દરમિયાન, મોટી શાકમાર્કેટ પાસે ટ્રાફિકને અડચણરૂપ એવી 3 લારીઓ અને અન્ય પરચુરણ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો કરમસદ-આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે આણંદના મોટી શાકમાર્કેટ વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી કરી છે. .આ ઉપરાંત, અમુલ ડેરી રોડ પર આવેલી 7 દુકાનોના માલિકોએ દુકાનનો માલસામાન રોડ પર રાખી લોકોને અવરોધ ઊભો કર્યો હતો. આ 7 દુકાનદારો પાસેથી પ્રત્યેક રૂ. 10,000 લેખે કુલ રૂ. 70,000નો દંડ વસૂલવામાં આવ્યો છે.આ કાર્યવાહીને કારણે મોટો ભાગ હવે ખુલ્લો થઈ ગયો છે. મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે જાહેર જમીનો પરના ગેરકાયદેસર દબાણો સામે ભવિષ્યમાં પણ આવી કામગીરી ચાલુ રહેશે.
મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે દુકાનદારોને ફૂટપાથ કે જાહેર રસ્તા પર માલસામાન ન મૂકવા અપીલ કરી છે. વિભાગે જણાવ્યું છે કે જો ભવિષ્યમાં કોઈ દુકાનદાર જાહેર રસ્તા કે ફૂટપાથ પર માલસામાન મૂકી ટ્રાફિક સમસ્યા ઊભી કરશે, તો કાયદાકીય જોગવાઈઓ હેઠળ દંડ વસૂલવામાં આવશે.





