
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ – નવસારી
*આયુર્વેદને દિનચર્યામાં અપનાવી જીવનશૈલીમાં પરિવર્તન કરવાનો અનુરોધ કરતા જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ*


આયુષ મેળામાં આયુર્વેદ ઔષધિ, રસોડા અને ઘરઆંગણાની ઔષધિઓનું પ્રદર્શન, ચાર્ટ પ્રદર્શન, વૈદિક ફૂડ, પંચકર્મ, અગ્નિકર્મ, બાળકોના ઉપચાર તેમજ સૂવર્ણપ્રાશન, ગર્ભસંસ્કાર તથા અન્ય આયુર્વેદ પદ્ધતિઓનું પ્રદર્શન કરાયું હતું. આ સાથે જ કાર્યક્રમમાં આંગણવાડી બહેનો દ્વારા વિવિધ આરોગ્ય માટે પોષણ યોગ્ય વાનગીઓ પ્રદર્શન મુકવામાં આવ્યું હતું . આયુષની વિવિધ પદ્ધતિઓની સમજણ બાલ્યાવસ્થાથી જ થઈ શકે તે માટે સ્કૂલના બાળકોને અને ગ્રામજનનોને આયુર્વેદની પદ્ધતિઓની સમજણ આપવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ અરવિંદભાઈ પાઠક, જિલ્લા પંચાયત સભ્ય શ્રી શંકરભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્યશ્રી હેમલતાબેન પટેલ, નવસારી જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય નયનાબેન પટેલ , આર.એમ. ડી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલ બીલીમોરાના કેમ્પ ઇન્ચાર્જ ડૉ.પ્રાજકતા ઇંગોલે, સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.




