GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:શ્રી રામ ફાઇનાન્સમાં ૫ લાખ ની લોનના કેસમાં આરોપીને હાલોલ કોર્ટે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૭.૭.૨૦૨૫

ફરીયાદી શ્રી રામ ફાઇનાન્સ દ્વારા આરોપી શહેનાજબાનું એ.મકરાણી, રહે બાસ્કા, તા.હાલોલ,જી.પંચમહાલનાંઓ દ્વારા શ્રી રામ ફાઇનાન્સ માંથી લીધેલ વાહન TATA LPT 2516 TURBO SUPER FBT ઉપર લોન ધીરાણ લીધેલ હતુ.તેના સમર્થનમાં આરોપી દ્વારા કોટેક મહિન્દ્રા બેન્ક, હાલોલ શાખાનો ચેક નંબર 000004 નો તા.27/02/2023 નો રૂ. 5 લાખનો ચેક આપેલ.આરોપી પાસે લેણી રકમ વસુલવા માટે ફરિયાદી શ્રી રામ ફાઇનાન્સ દ્વારા પોતાની બેન્ક ICICI બેન્ક, હાલોલ શાખામાં તા. 02/03/2024 ના રોજ રજુ કરતા FUNDS INSUFFICIENT ના શેરા સાથે ચેક રિટર્ન મેમો સાથે પરત ફરેલ.ત્યારબાદ ફરિયાદી શ્રી રામ ફાઇનાન્સ દ્વારા નેગોશિયેબલ ઇન્સ્ટ્રમેન્ટ એક્ટ ની કલમ 138 મુજબ નોટીસ અને વર્ષ 2023 માં હાલોલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ તેમજ ફરિયાદી તરફે દસ્તાવેજી પુરાવાઓ રજુ કરેલ.આ કામના આરોપી શહેનાજબાનું ના વકીલ સલમાન એમ.મકરાણીની ફરિયાદી ની ફરિયાદનો અભ્યાસ કરી ફરિયાદને ઉલટતપાસમાં પડકારેલ.તથા ધારદાર દલીલો કરી જેમાં ગુજરાત હાઇકોર્ટના વિવિધ લેન્ડમાર્ક, ચુકાદાઓ અને દસ્તાવેજી પુરાવાઓનો અભ્યાસ કરી લીસ્ટ થી રજુ કરેલ. જેને ધ્યાને લઈ હાલોલના મહે. ચીફ જયુડી.મેજીસ્ટ્રેટ એચ.એચ.વિશ્નોઈ સાહેબનાઓએ રજુ કરેલ પુરાવાઓનું યોગ્ય અને સચોટ મુલ્યાકન કરી આરોપી શહેનાજબાનું ના વકીલ સલમાન એમ.મકરાણીની દલીલો ગ્રાહ્ય રાખી ઘી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ ની કલમ-૧૩૮ નાં ગુનામાં આરોપી શહેનાજબાનું મકરાણીને નિર્દોષ છોડી મુકવાનો હાલોલ નામદાર કોર્ટે હુકમ કરેલ છે.

Back to top button
error: Content is protected !!