
તા. ૦૯. ૧૦. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી ખાતે નવરાત્રી પર્વ નિમિતે શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલીના વિદ્યાર્થીઓ ઝૂમી ઉઠ્યા
સંજેલી તાલુકામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રધ્ધા વિદ્યાલય ખાતે નવરાત્રી પર્વના અનુસંધાને શાળામાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મન મૂકીને ગરબા રમ્યા હતા સાથે સાથે સ્ટાફના શિક્ષિકા બહેનો સેલોત નિકિતાબેન, ખરાડી સગુણાબેન, ડામોર પ્રવિણાબેન, પલાસ કિંજલબેન પણ મન મૂકીને રમ્યા હતા. શાળામાં ગરબાનું આયોજન શાળાના શિક્ષક અશ્વિનભાઈ સંગાડા દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય દિલીપકુમાર મકવાણાએ તમામને અભિનંદન પાઠવ્યા હતા અને નવરાત્રી પર્વ વિશે માહિતી આપી હતી. આમ શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલી ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.





