Rajkot: ૧૮૧ અભયમ ટીમ દ્વારા નારીવંદન ઉત્સવના પખવાડિયાની ઉજવણી કરાઈ
તા.૮/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજીત ‘નારી વંદન ઉત્સવ’ કાર્યક્રમના પખવાડિયા અંતર્ગત તા.૦૧ થી ૦૮ ઓગસ્ટ સુધી અલગ અલગ થીમ દ્વારા વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે.
નારી વંદન ઉત્સવ અંતર્ગત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા પહેલા દિવસે મહિલા સુરક્ષા દિવસ, બીજા દિવસે બેટી બચાવો બેટી પઢાવો દિવસ ,ત્રીજા દિવસે મહિલા સ્વાવલંબન દિવસ ,ચોથા દિવસે મહિલા નેતૃત્વ દિવસ, પાંચમા દિવસે મહિલા કર્મયોગી દિવસ ,છઠ્ઠા દિવસે મહિલા કલ્યાણ દિવસ અને સાતમા દિવસે મહિલા બાળ આરોગ્ય દિવસની અલગ અલગ સ્કૂલ -કોલેજના વિદ્યાર્થીનીઓ તથા કંપનીમાં કામ કરતી મહિલાઓને ૧૮૧ ટીમનાં કાઉન્સેલર દ્વારા વિદ્યાર્થીઓ તથા મહિલાઓને ઘરેલુ હિંસા, છેડતી અને અભ્યાસ અંગેના પ્રશ્નો, સોશિયલ મીડિયા દ્વારા હેરાનગતિ અને અન્ય પ્રશ્નોમાં તેઓ કેવી રીતે મદદ લઈ શકે તે અંગે કાયદાકીય માર્ગદર્શન તેમજ ૧૮૧ એપ્લિકેશન, સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ સાથે ૧૮૧ અંગે માહિતી આપેલ પેમ્પલેટ વિતરણ કરી શાળાનાં વિદ્યાથીઓ અને કંપનીમાં કામ કરતી મહિલાઓમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.