આણંદ – સેન્ટ સિરીલ સ્કૂલ અને અલાના સ્કુલમાં 77 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

તાહિર મેમણ – આણંદ – 27/01/02026 – અલાના સ્કૂલમાં 77 મા પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી હર્ષ અને ઉલ્લાસ સાથે કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉસ્માનભાઈ નાથાણી નંદુરબાર મેમણ જમાત ના પ્રમુખ, સામાજિક કાર્યક્રતા રાજાભાઈ, શાળાના સંચાલક રોશનબેન મરસી ફાઉન્ડેશન ના મોલાના કુદુશભાઈ મૌલાના અમીન સાહેબ કાર્યક્રમમાં આવી કાર્યક્રમની શોભા વધારી હતી વિદ્યાર્થીઓએ દેશભક્તિ ને લગતા કાર્યક્રમ રજૂ કર્યા હતા મેહમાન નો એ શાળા ની પ્રવુતિ ને વખાણી હતી સર્વ શિક્ષક મિત્રોઓ ના સાથ સહકાર થી કાર્યકમ સફળ રહ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન વહોરા અજીજાબેન કર્યું હતું આભાર વિધિ શાળા ના શિક્ષક ફિઝાબેન કરી હતી.
આણંદ પાધરીયા વિસ્તાર માં આવેલ સેંટ સીરીલ સ્કૂલના પરિસર માં સંચાલક જુલિયસ સી ડાભી,ડોલી જે ડાભી અને પ્રિન્સિપાલ સુરભી પી દાવલા ના માર્ગદર્શન હેઠળ પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વાઇસ પ્રિન્સિપાલ શ્રીમતી અંકિતા એ ચૌહાણ ધ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. અને એ પ્રસંગે એમણે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. બાળકોને પોતાના અભ્યાસ પ્રત્યે પોતાના માં – બાપ પ્રત્યે જે દેશે તમને સંવિધાન આપ્યું છે. તેને પૂરેપૂરું માન આપી અને સંવિધાન ના માનને અનુલક્ષી બાળકોને સૌથી વધારે અભ્યાસ માં ધ્યાન આપવું તે જ તેમનું મુખ્ય સંવિધાન છે. તે વિશે સમજ આપી હતી.






