મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 77મો ગણતંત્ર દિવસની ઉજવણી



સમીર પટેલ, ભરૂચ
ભરૂચ સ્થિત મુન્શી વિદ્યાધામ કેમ્પસ ખાતે મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભારતના 77મા ગણતંત્ર દિવસની ગૌરવસભર ઉજવણી કરવામાં આવી.
કાર્યક્રમની શરૂઆત હાજી વલી દશાનવાલા પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) ધોરણ–8ના વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલ શિસ્તબદ્ધ પરેડથી કરવામાં આવી.
ત્યારબાદ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો, જેમાં છેલ્લા ત્રણ દાયકાથી કેમ્પસમાં કેન્ટીન સેવા આપતા *શ્રી ઇલ્યાસભાઈ દશાનવાલા* હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો.
આ પ્રસંગે ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટીશ્રી, સીઈઓ, કેમ્પસ એડમીન, તમામ સંસ્થાઓના વડાઓ, પ્રિન્સિપાલશ્રી, શિક્ષકો, સ્ટાફ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત શ્રી ઇલ્યાસભાઈ દશાનવાલાએ પોતાના સંબોધનમાં તમામ સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ વિદ્યાર્થીઓને જવાબદાર, સંસ્કારી અને સારા નાગરિક બનવા માટે પ્રેરણા આપી હતી.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ સભ્યોને કેક વિતરણ કરવામાં આવ્યું અને ગણતંત્ર દિવસની ઉજવણી હર્ષો ઉલ્લાસ થી સંપન્ન થઈ.



