હાલોલ: શારદા વિદ્યા મંદિર સ્કૂલ ખાતે 77મા પ્રજાસત્તાક દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૬.૧.૨૦૨૬
ભારતીય બંધારણ નો અમલ ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ રોજ થી સમગ્ર દેશમાં કરવામાં આવ્યો હતો ત્યાર થી જ આ દિવસ પ્રજાસત્તાક દિવસ કે ગણતંત્ર દિવસના નામથી સમગ્ર ભારત ભરમા રાષ્ટ્રીય તહેવારના રૂપમાં ઉજવવામાં આવે છે. હાલોલ માં ગોધરા રોડ પર આવેલ શારદા વિદ્યા મંદિર સ્કૂલ ખાતે પણ આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી ખૂબ જ હર્ષોઉલ્લાસપૂર્વક કરવામાં આવી હતી.કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરી, ધ્વજવંદન શાળા ના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.અર્પિત ઠાકરના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમની સાથે શાળાના ટ્રસ્ટી ગોપાલભાઈ પટેલ , ચતુર્ભુજભાઈ પરીખ તથા રાજેશભાઈ શાહ એ વિશિષ્ટ હાજરી આપી હતી. શાળાના અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના બાળકો દ્વારા પરેડ નું પ્રદર્શન કરવામાં આવ્યું, અને સમગ્ર શાળા પરિસર કદમ તાલ ની થાપ થી ગુંજી ઉઠ્યું હતું. ત્યારબાદ આજના આ 77 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે અંગ્રેજી માધ્યમ ધોરણ નવની વિદ્યાર્થીની દ્વારા સ્પીચ આપવામાં આવી હતી. શાળાના નાના ભૂલકાઓ એવા બંને માધ્યમના બાલવાટિકાના બાળકો દ્વારા ડાન્સની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. અને સૌ કોઈ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા. આજનો આ રાષ્ટ્રીય તહેવાર શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ તથા ટ્રસ્ટીઓની વિશિષ્ટ ઉપસ્થિતિ સાથે ભવ્ય રીતે સંપન્ન થયો હતો.














