હાલોલ:કલરવ શાળા માં 77 માં પ્રજાસત્તાક દિનની દબદબાભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૬.૧.૨૦૨૬
હાલોલ નગરમાં આવેલ પ્રતિષ્ઠિત કલરવ શાળામાં 77 માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ દિન નિમિત્તે ધ્વજ વંદન કાર્યક્રમની શરૂઆત સવારે 8:15 વાગ્યા ના સુમારે થઈ હતી.જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે હાલોલ નગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હરીશભાઈ ભરવાડ ના વરદ હસ્તે 8:30 ના સુમારે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.મુખ્ય મહેમાન ની સાથે USA સ્થિત રોટેરિયન રમેશ ભાઈ શાહ, ભાજપ મહામંત્રી રવિભાઈ ઠાકોર અને બ્રિજેશભાઈ ત્રિવેદી, ભાજપ શહેર કોષથ્યક્ષ પારસભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાન નું સ્વાગત અંગ્રેજી માધ્યમ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુ.માન્યા ડબગરા એ કર્યું હતુ.ત્યારબાદ મહેમાન નો પરિચય શાળાના શિક્ષિક સુમનભાઈ ઉપાધ્યાયએ આપ્યો આ દિન નિમિત્તે મુખ્ય મહેમાન ને પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતુ જેમાં તેમને આપણા ભારતના ઇતિહાસ તેમજ દેશની આઝાદી માટે શહીદ થનાર શહીદોને પણ યાદ કર્યા હતા.ત્યારબાદ શાળાના શિક્ષક જાગ્રત ભાઈ વ્યાસે મહેમાન ને સ્મૃતિચિન્હ અર્પણ કર્યું હતુ.આ દિન નિમિત્તે શાળાના આચાર્ય ડૉ .કલ્પનાબેન જોશીપુરા એ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતુ. ત્યારબાદ ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓએ સુંદર તાલી યોગ સાથે નૃત્ય તેમજ ગીત રજૂ કર્યા તથા આઝાદીના શહીદો ને ઝાંખી કરાવતા શ્રદ્ધાંજલિ ના રૂપમાં પાત્રો પણ રજૂ કરવામાં આવ્યા હતા. અંતમાં ધોરણ 6 ગુ માં માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુ. મનસ્વી વાઘેલાએ આભાર વિધિ વ્યક્ત કરી.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની શિક્ષિકા પ્રભાબેન પેશરાણા અને પ્રતિનિધિત્વ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતુ.













