
નરેશપરમાર -કરજણ –




લીલોડ ઉચ્ચતર માધ્યમિક શાળા માં 78 માં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી
આજે ૭૮ માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે લીલોડ શાળા ખાતે ’ધ્વજ વંદન’ કરી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી.
કરજણ તાલુકાની લીલોડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં 78 માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની આચાર્ય શ્રી દ્વારા કરવામાં આવ્યું હતો.ધ્વજ વંદન કાર્યક્રમની શરૂઆત સવારે 8:00 વાગ્યે થઈ.જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે કરજણ શિનોર -પોર ના ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ દિન નિમિત્તે ઉપસ્થિત મહેમાન નું સ્વાગત શાળા ના વિદ્યાથીઓએ કર્યું હતું. આ દિન નિમિત્તે મુખ્ય મહેમાન એ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું જેમાં તેમને દેશની આઝાદીની તેમજ વર્તમાન ભારત દેશની વાત કરવામાં આવી.આ પ્રસંગે કરજણ શિનોર તાલુકાના માનનીય ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ તેમજ ભૂતપૂર્વ તાલુકા પંચાયત ના પ્રમુખ કામાક્ષીબેન અલ્કેશભાઇ પટેલ સાથે ગામના તલાટી શ્રી ગામના વહીવટદાર ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગામના વડીલ શ્રી તેમજ શાળાના વાલી મંડળના મિત્રો શાળાના આચાર્યશ્રી કે બી પરમાર સાહેબ, વિક્રમસિંહ ચૌહાણ સાથે શાળાના સ્ટાફ મિત્રો પણ જોડાયા હતા .વડીલ શ્રી ઈશ્વરભાઈ પટેલ તરફથી એસએસસી પરીક્ષા માર્ચ 2024 અને એચએસસી પરીક્ષા સામાન્ય પ્રવાહ 2024 માં શાળાના એક થી ત્રણ ક્રમાંક મેળવનાર તેજસ્વી તારલાઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. તથા શાળા માં ગણિત વિષયમાં ૧૦૦ માંથી સો ગુણ મેળવનાર વિદ્યાર્થીને શાળાના શિક્ષક શ્રી એ એમ પરમાર દ્વારા પુરસ્કાર રોકડ રકમ આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા




