GUJARATJUNAGADH

૬૯મી અખિલ ભારતીય શાળાકીય રાજ્યકક્ષા કબડ્ડી સ્પર્ધાનું આયોજન

૬૯મી અખિલ ભારતીય શાળાકીય રાજ્યકક્ષા કબડ્ડી સ્પર્ધાનું આયોજન

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ૬૯મી અખિલ ભારતીય શાળાકીય રાજ્યકક્ષા અં.૧૪, અં.૧૭, અં.૧૯ (ભાઈઓ) કબડ્ડી સ્પર્ધાનું આયોજન તા. ૨૫/૦૯/૨૦૨૫ થી ૦૧/૧૦/૨૦૨૫ દરમિયાન સરદાર પટેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ, ગાંધીગ્રામ, જી.જૂનાગઢ ખાતે યોજાનાર છે. જે અંગેની આપના જિલ્લાની કબડ્ડી રમતમાં જિલ્લા કક્ષાએ પસંદગી પામેલ ટીમની માહિતી એન્ટ્રી તા.૨૦/૦૯/૨૦૨૫ સુધીમાં dso-sycd-jngcity@gujarat.gov.in ઉપર મોકલી આપવી, તેમજ તમામ ખેલાડીઓને સમયસર જાણ કરી તેમના કોચ/મેનેજરની નિમણૂક કરી આ સ્પર્ધામાં ભાગ લેવા નિયત સમયે નિર્ધારિત સ્થળે સ્પર્ધામાં ભાગ લેવા પહોચવું. જેમાં અં.૧૪ ભાઈઓ માટે રિપોર્ટિંગ ટાઈમ તા. ૨૫/૦૯/૨૦૨૫ સવારે ૮.૦૦ કલાકે તેમજ સ્પર્ધાની તા.૨૫ થી ૨૭ સપ્ટેમ્બર રહેશે. અં.૧૭ ભાઈઓ માટે રિપોર્ટિંગ ટાઈમ તા. ૨૭/૦૯/૨૦૨૫ સવારે ૮.૦૦ કલાકે તેમજ સ્પર્ધા ની તા.૨૭ થી ૨૯ સપ્ટેમ્બર રહેશે અં.૧૯ ભાઈઓ માટે રિપોર્ટિંગ ટાઈમ તા. ૨૯/૦૯/૨૦૨૫ સવારે ૮.૦૦ કલાકે તેમજ સ્પર્ધાની તા.૨૯સપ્ટેમ્બર થી ૦૧ ઓક્ટોમ્બર રહેશે.આ સ્પર્ધા માટે રિપોર્ટિંગ સ્થળ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ગાંધીગ્રામ, જૂનાગઢ રહેશે. વધુ માહિતી માટે ચિરાગભાઈ ચુડાસમા મો. ૮૩૨૦૦૬૨૩૪૩ અને રાહુલભાઈ જાપડીયા મો. ૮૧૪૧૧૦૭૬૭૪ નંબરમાં સંપર્ક કરવા જિલ્લા રમત ગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢ દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!