DAHODDAHOD CITY / TALUKOGUJARAT

8 માર્ચ 2026 આંતરરાષ્ટ્રીય મહિલા દીવસે 181 મહિલા હેલ્પ લાઇન ના દાહોદ જિલ્લા માં સફળતાપૂર્વક ના 12 વર્ષ પૂર્ણ.

તા.૦૭.૦૩.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:8 માર્ચ 2026 આંતરરાષ્ટ્રીય મહિલા દીવસે 181 મહિલા હેલ્પ લાઇન ના દાહોદ જિલ્લા માં સફળતાપૂર્વક ના 12 વર્ષ પૂર્ણ.

ગુજરાત રાજ્ય ની વિશેષતા છે કે પ્રત્યેક બાબત મા આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાઓ નો લાભ પહોચાડી સકાય તેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવેલ છે મહિલાઓને ઘરેલુ હિંસા સહિત ની વિવિઘ પ્રકાર ની હિંસા તેમજ મુશ્કેલી ની બાબત માં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ.માર્ગદર્શન ઊપરાંત મહિલા લક્ષી યોજનાઓ ની જાણકારી મળી રહે તે માટે મહિલા સુવિધાની ઉપલબ્ધિ ની આવશ્યકતા જણાતા ગુજરાત સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને ઈ. એમ. આર. આઇ ગ્રીન હેલ્થ સર્વીસ સંકલિત રીતે 8 માર્ચ 2015 ને આંતાર રાષ્ટ્રિય મહિલા દિવસ ના રોજ રાજ્ય વ્યાપી 181 અભયમ મહિલા હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી.યોજનાના પ્રારંભ થી ફેબ્રુઆરી 2026 સુધી 12 વર્ષ ના સમય ગાળા માં 18,19,913 થી વધુ મહિલાઓને જરૂરીયાત મુજબ સલાહ, બચાવ,માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે અને 181 મહિલા હેલ્પ લાઇન એ અનેક મહિલાઓના જીવન મા નવી આશા જગાડી છે અને તાકીદ ની પરિસ્થિતી માં અભયમ રેસ્કયુ વાન સાથે મહિલા કાઉન્સેલર દ્વારા ધટના સ્થળ પર પહોંચી ને 3,60,964. જેટલા મહિલાઑ ને મદદ પુરી પાડેલ છે અને 2,29,660 જેટલા કિસ્સામાં સ્થળ ઉપર જ જઇ ને રેસ્કયુ વાન દ્વારા રેસ્ક્યું કરી ને લાંબા ગાળા ના કાઉન્સિલગ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોચાડવામાં આવેલ હતાં. દાહોદ જિલ્લામાં હેલ્પ લાઇન ની શરૃઆત થી 38,519જેટલા કોલ આવ્યાં હતાં અને 8282મહિલાઑ ને મુશ્કેલ પરિસ્થિતી માં ધટના સ્થળે પહોચી જરૂરી મદદ,માર્ગદર્શન અને બચાવ કરવામાં આવ્યા હતા.રાજ્ય ની મહિલાઓને સમાજિક અને આર્થિક રીતે સુદ્રઢ બનાવવા હંમેશા ચિંતિત અને પ્રયત્નશીલ રહેતી રાજ્ય સરકાર ના ગૃહ વિભાગ અને મહિલા અને બાળ વિકાસ દ્વારા મહિલાઑ ની સલામતી અને સુરક્ષા માટે સેફ સીટી પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ શહેર માં 12 અભયમ વાન નું તા.5.3.2023 ના રોજ માન.મુખ્ય. મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ આમ સમગ્ર દેશ માં ગુજરાત એ આગવી પહેલ કરનાર પ્રથમ રાજ્ય બન્યુ છે જેમાં 181 મહિલા હેલ્પ લાઇન હૅઠલ કુલ 59 રેસ્કયું વાન નો કાફલો 24×7 મહિલાઑ ની સલામતી અને સુરક્ષા ની કામગિરી માં કાર્યનાવિત કરેલ છે.181. અભયમ મહિલા હેલ્પ લાઇન દ્વારા ધટના સ્થળે તાલીમબદ્ધ કુશળ મહિલા કાઉન્સેલર , મહિલા પોલીસ કોન્સ્ટેબલ સહીત 181 રેસ્ક્યું વાનની ટીમ દ્વારા ઝડપી પ્રતિસાદ પુરો પાડવામાં ટેકનોલોજી સભર, જી. પી. એસ ટ્રેકિંગ સહિત ની વ્યવસ્થા સાથે 24 કલાક કાર્યરત રહેતું આગવુ માળખુ મહિલાઓને સુરક્ષા, સલામતી અને સશક્તિકરણ માં પહેલ કરનાર દેશ નું પહેલું રાજ્ય પ્રસ્થાપિત થયેલ છે.અભયમ 181. મહિલા હેલ્પ લાઇન ના મુખ્ય હેતુ ઓ મુશ્કેલ પરિસ્થિતી માં મુકાયેલ કોઈપણ મહીલાને 24 કલાક વિના મૂલ્યે મદદ આપવી, રાજ્ય ની મહિલાઑ અભય બની સકે અને તેમની સામે ઘરેલું કે અન્ય પ્રકારની હિંસા અથવા તો દુર્વ્યવહાર કે છેડતી જેવી ધટના સમયે તાત્કાલિક બચાવ, મદદ અને માર્ગદર્શન માટે જરૂરી માળખાઓ તૈયાર રાખવાં, મહિલાઑ ને મદદરૂપ બનનાર વિવિઘ માળખાઓ ને વધુ સુદ્રઢ બનાવવા તેમજ મહિલા લક્ષી યોજનાનો ની લાભાર્થી સુધી માહિતી પહોચાડવાનો છે આ ઉપરાત મહિલાઓ ને મદદરૂપ બનનાર કોઇપણ પુરૂષ થર્ડ પાર્ટી તરીકે ઉપયોગ કરી સકે છે અને આ માહીતિ ગોપનીય રાખવામાં આવે છે .181 નંબર પર કોલ કરવાથી. મહિલાઓના પ્રશ્નો માં ઉકેલ લાવવા ટેલીફોનીક કાઉન્સિલગ અને વિકટ પરિસ્થિિમાંથી બહાર લાવવા ઘટના સ્થળે પર પહોંચવામાં આવે છે મહિલાઓ ના શારીરિક, માનસિક,જાતીય, ઘરેલું હિંસા, લગ્ન જીવનના વિખવાદો, છેડતી, અપ મૃત્યુ,બાળ જન્મ અને આરોગ્ય, કાર્ય સ્થળે જાતિય સતામણી , બિન જરૂરી કોલ મેસેજ થી હેરાન ગતિ વગેરે કિસ્સામાં મદદ પહોચાડી અભયમ આશીર્વાદરુપબની રહી છે આમ મહિલાઑ ને સંકટ સ્મયે ત્વરીત મદદ અને બચાવ કરતી અભયમ્ આજે મહિલાઓને એક સાચી સખીસાહેલી તરીકે ઓળખાણ પામી રહી છે

Back to top button
error: Content is protected !!