GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકાના ડે.એન.યુ.એલ.એમ. યોજનાના સખી મંડળ દ્વારા “માયથેલી” ઇવેન્ટનો પ્રારંભ

 

MORBI:મોરબી મહાનગરપાલિકાના ડે.એન.યુ.એલ.એમ. યોજનાના સખી મંડળ દ્વારા “માયથેલી” ઇવેન્ટનો પ્રારંભ

 

 

સ્વચ્છ ભારત મિશન અર્બન તથા ડે.એન.યુ.એલ.એમ. યોજના અંતર્ગત મોરબી શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા મોરબી મહાનગરપાલિકા દ્વારા “માયથેલી” ઇવેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે શહેરમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય તેમજ મોરબી શહેર પ્લાસ્ટિક મુક્ત બનેએ હેતુથી મોરબી મહાનગરપાલિકા વિસ્તારના(૧) કેસરબાગ(૨) દીપ્તિ હેલ્થ સેન્ટર વીસીપરા(૩) આશ્રયગૃહ – રેલ્વે સ્ટેશન રોડ (૪) ક્લસ્ટર ઓફીસ શનાળા ખાતે ડે.એન.યુ.એલ.એમ. યોજનાના સખી મંડળની બહેનો દ્વારા કાપડ અથવા જુના કપડામાંથી વિના મૂલ્યે થેલીઓ બનાવી આપવામાં આવે છે આઇવેન્ટ તારીખ- ૦૩/૦૭/૨૦૨૫ અને ૦૪/૦૭/૨૦૨૫ના રોજ ગુરુવાર તથા શુક્રવારે યોજવામાં આવી હતી જેમાં સખી મંડળની બહેનો દ્વારા બે દિવસમાં કુલ ૨૨૨ થેલીઓ ફ્રીમાં લોકોને બનાવવી આપવામાં આવી હતી આઇવેન્ટ ઓક્ટોમ્બર૨૦૨૫ સુધી દર ગુરુવાર તથા શુક્રવારે યોજવામાં આવશે આ અભિયાનનો મુખ્ય હેતુ મોરબી શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો તેમજ પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃતિ લાવવાનો છે મોરબી મહાનગરપાલિકા દ્વારા તમામ શહેરીજનોને આ કાર્યક્રમમાં જોડાઈને પ્લાસ્ટિક મુક્ત મોરબી અભિયાનને સફળ બનાવવા માટે નમ્ર અપીલ કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!