ARAVALLIBHILODAGUJARATMODASA

ભિલોડા અસાલ GIDC ખાતે ફેક્ટરીમાં સરકારી ઘઉંનો જથ્થો ઝડપાયો,તપાસ દરમિયાન પંજાબ ગવર્મેન્ટ લખેલા 96 કટ્ટા સરકારી ઘઉંના ફેક્ટરીમાં મળી આવ્યા

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

ભિલોડા અસાલ GIDC ખાતે ફેક્ટરીમાં સરકારી ઘઉંનો જથ્થો ઝડપાયો,તપાસ દરમિયાન પંજાબ ગવર્મેન્ટ લખેલા 96 કટ્ટા સરકારી ઘઉંના ફેક્ટરીમાં મળી આવ્યા

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલ અસાલ GIDC વિસ્તારમાં આવેલી શરાફ એગ્રો પ્રા. લિ. ફેક્ટરીમાં સરકારી ઘઉંનો મોટો જથ્થો મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે.ભિલોડા તાલુકા નાયબ મામલતદાર તથા જિલ્લા એસ.ઓ.જી.ની સંયુક્ત ટીમે દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પંજાબ ગવર્મેન્ટ લખેલા 96 કટ્ટા સરકારી ઘઉંના ફેક્ટરીમાં મળી આવ્યા હતા.માહિતી મુજબ, આ સરકારી ઘઉંનો જથ્થો હિંમતનગરના દલાલ લાલાભાઈના મારફતે ગાડી નંબર RJ-27-GE-5628 દ્વારા મોકલવામાં આવ્યો હતો. પુરવઠા વિભાગની ટીમે સ્થળ પર પંચનામું કરી ઘઉંનો જથ્થો સીઝ કર્યો છે.આ મામલે અરવલ્લી જિલ્લા પુરવઠા અધિકારી, એસ.ઓ.જી. ટીમ અને ભિલોડા તાલુકા નાયબ મામલતદારએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. સરકારી અનાજનો જથ્થો ક્યાંથી આવ્યો, કોના આદેશ પર મોકલાયો અને કોણ આ ગેરકાયદેસર ધંધામાં સંકળાયેલ છે તે અંગે તપાસ ચાલી રહી છે.સ્થાનિક સ્તરે આ ઘટનાને લઈ ચકચાર મચી છે, કારણ કે સરકારી અનાજનો જથ્થો ખાનગી ફેક્ટરી સુધી પહોંચવાનો પ્રશ્ન અનેક શંકાઓ ઊભી કરે છે.જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા મોકલનાર અને લેનાર બંને સામે સખ્ત કાર્યવાહી કરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!