ARAVALLIGUJARATMEGHRAJ

અરવલ્લી: જિલ્લામાં એક સાથે 97 પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી, મેઘરજ પોલીસ સ્ટેશનના 10 પોલીસ કર્મીઓ ની એકસાથે બદલી

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

અરવલ્લી: જિલ્લામાં એક સાથે 97 પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી, મેઘરજ પોલીસ સ્ટેશનના 10 પોલીસ કર્મીઓની એકસાથે બદલી

અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અને ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા માટે શખ્ત કાર્યવાહીના આદેશ આપ્યાં બાદ કેટલાક પોલીસકર્મીઓની કામગીરીના આધારે 97 પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી હતી દિવાળી પર્વના વેકેશન પછી તુરંત પોલીસકર્મીઓની બદલીનો ગંજીપો છિપાતાં બાળકોના અભ્યાસને લઈને અનેક પોલીસ પરિવારો ચિંતિત જોવા મળ્યા હતા અરવલ્લી જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ 97 જેટલા પોલીસકર્મીઓની શહેર ઉપરાંત જિલ્લામાં આતંરિક બદલીઓ કરી છે,એકીસાથે 97 પોલીસકર્મીઓની બદલીઓ થતા જિલ્લાભરના પોલીસબેડામાં ચર્ચા જાગી છે. પોલીસ કર્મચારીઓના જાહેર હિતમાં તેમજ વહીવટી સરળતા ખાતર બદલીઓ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું

બીજી તરફ થોડા દિવસો પહેલા ઇસરી પોલીસ સ્ટેશન ના એક સાથે 17 પોલીસ કર્મીની બદલી કરવામાં આવી હતી તો બીજી તરફ હવે મેઘરજ પોલીસ સ્ટેશન ના પણ 10 પોલીસ કર્મીઓ ની એક સાથે બદલી કરી દેવામાં આવતા પોલીસ બેડામાં ચકચાર જોવા મળી હતી

Back to top button
error: Content is protected !!