દાહોદ જિલ્લામાં 2025 માં 9787 ટીબીના દર્દીઓની કરાઈ સારવાર

તા.૨૪.૦૩.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લામાં 2025 માં 9787 ટીબીના દર્દીઓની કરાઈ સારવાર
માત્ર ગોળીઓ દ્વારા ટૂંકાગાળામાં ટીબીનો રોગ મટાડી શકાય છે દાહોદ : વિશ્વ ભરમાં 24 માર્ચ નિમિતે વિશ્વ ક્ષય દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે દાહોદ જિલ્લામાં ક્ષય રોગને નાબુદ કરવા માટે સઘન કામગીરી કરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લામાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગ સઘન અભિયાન ચલાવાઈ રહ્યું છે. જોકે, વિતેલા વર્ષો કરતાં જિલ્લામાં ટીબીના રોગથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2025 માં આવા 9787લોકોને સારવાર આપવામાં આવી હતી. દર વર્ષે તા. 24 માર્ચના દિવસે સમગ્ર દેશના તમામ રાજ્યો તથા જિલ્લાઓમાં ‘વિશ્વ ક્ષય દિન’ નિમિત્તે ક્ષય રોગ અંગે વિવિધ જાગૃતિવર્ધક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1882 ની 24મી માર્ચના રોજ ડો. રોબર્ટ કોક નામનાં વૈજ્ઞાનિકે ટી.બી. રોગ થવા માટે કારણભૂત ટીબીના જંતુ “માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ ની શોધ કરી હતી.આ વર્ષની વિશ્વ ક્ષય દિવસની થીમ છે – “Yes WE Can End TB Led by bharat.Powered by janbhagidari” તે આ વર્ષની વિશ્વ ક્ષય દિવસની થીમ છે. દાહોદ જિલ્લામાં ટીબીને નાબુદ કરવા માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન પણ કરવામાં આવી રહ્યું છે. તેમજ ટીબીના દર્દીને સઘન સારવાર આપવામાં આવી રહી છે.ટીબીના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક નિદાન તેમજ સારવાર લેવી. જો વ્યક્તિને અઠવાડીયાથી ખાંસી (ઉધરસ) આવતી હોય, શરીરમાં ઝીણો તાવ, ભૂખ ઓછી લાગવી, શરીરના વજનમાં ઘટાડો, છાતીમાં દુખાવો, શ્વાસની તકલીફ અને ક્યારેક ગળફામાંથી લોહી પડે અથવા લોહીની ઉલટીઓ થાય એવા કોઈ પણ લક્ષણ જણાય તો નજીકના કોઈ પણ સરકારી દવાખાનામાં નિ:શુલ્ક તપાસ કરાવી શકાય છે.દાહોદ જિલ્લામાં વર્ષ પાછલા વર્ષોની વાત કરીએ તો 2019 માં 9099 દર્દીઓની, વર્ષ 2020 માં 7774 દર્દીઓની, વર્ષ 2021 માં 8663 દર્દીઓની, વર્ષ 2022 માં 9965 દર્દીઓની, વર્ષ 2023 માં 8989 દર્દીઓની તેમજ વર્ષ 2024 દરમ્યાન 9458 દર્દીઓની વર્ષ 2025 માં 9787 જેટલા ટીબીના દર્દીઓની સારવાર કરવામાં આવી હતી.અત્યારે પણ દાહોદ જિલ્લામાં પોર્ટેબલ એક્ષરે મશીન દ્વારા ગામે ગામ જઈને ટીબી સ્ક્રીનીંગ ની કામગીરી ચાલુ જ છે . જે દરમ્યાન ટીબી ના દર્દીઓ સાથે આત્મીયતા કેળવીએ, નિક્ષય પોષણ યોજના જેવી યોજના થકી ટીબી ના દર્દીઓની સહાય કરવામાં આવી રહી છે. જો ટીબી નિદાન થાય તો ભારત સરકાર તરફથી દરેક ટીબીના દર્દીને મહીને ૱1000 દવા ચાલુ રહે ત્યાં સુધી પોષણ સહાય રૂપે દર્દીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.દાહોદ જીલ્લામાં 2025 ના વર્ષમાં કુલ 8117દર્દીઓને 31821000 (ત્રણ કરોડ અઢાર લાખ એકવીશ હજાર) ની પોષણ સહાય ચૂકવવામાં આવી છે. આમ, આવો સૌ આપણે ભેગા મળીને બનાવીએ ટીબી મુક્ત ભારત “ટીબી હારેગા દેશ જીતેગા”. નજીકના સરકારી દવાખાનામાં મેડિકલ ઓફિસર કે આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરી ટીબી વિશે જાણકારી મેળવી વધુને વધું જાગૃત બનીએ




