GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયેલ માસ્ટર ડિગ્રી ફાઈનલ સેમેસ્ટરની પરીક્ષામા મોરબીના હરદેવદાન ગઢવી ચારણી ફર્સ્ટ ક્લાસ પાસ 

 

MORBI: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયેલ માસ્ટર ડિગ્રી ફાઈનલ સેમેસ્ટરની પરીક્ષામા મોરબીના હરદેવદાન ગઢવી ચારણી ફર્સ્ટ ક્લાસ પાસ

 

 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા માર્ચ 2025મા લેવાયેલી માસ્ટર ડિગ્રી ફાઈનલ સેમેસ્ટરની પરીક્ષામા ચારણી સાહિત્ય વિષય સાથે હરદેવદાન કિશોરદાન ગઢવી ફર્સ્ટ ક્લાસ પાસ થયા છે. હરદેવદાનના પિતાશ્રી ડૉ.કિશોરદાન ગઢવી ચારણી સાહિત્યના પ્રખર વિદ્વાન સંપાદક સંશોધક અને વિવેચક છે. તથા અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા યુવાના અધ્યક્ષ છે.પિતાના પગલે ચાલી હરદેવદાન ગઢવી ચારણી સાહિત્ય સંપાદન સંશોધન વિવેચન ક્ષેત્રે પગરવ માંડી રહ્યાં છે. ત્યારે સમસ્ત મોરબી ચારણ તથા ચારણી સાહિત્યના વિદ્વાનો શ્રી યશવંતભાઈ લાંબા, ડૉ.તીર્થંકર રોહડિયા , ડૉ. ભાવેશ જેતપરીયા, ડૉ. એલ.એમ. કણજરીયા શ્રી પ્રફુલભાઈ બારહટ , શ્રી રતનદાન બારહટ, પ્રભાતદાન મિસણ, કુલદિપદાન રોહડિયા, ભરતદાન નાંધુ, શ્રી લખુભાઇ ટાપરીયા ,મુકેશભા મારુ, સંજયભા નાંદણ, શ્રી વિનુભાઈ ગઢવી વગેરે સમાજ અગ્રણીઓ તરફથી હરદેવદાનને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!