વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં કોટબા ગામે ગામનાં કેટલાક છોકરાઓ એક સાથે ચેકડેમમાં ન્હાવા ગયા હતા.ત્યારે એક 12 વર્ષની બાળકી ઉંડા પાણીમાં ચાલી જતા, પાણીમાં ડૂબી જવાથી તેણીનું મોત નીપજ્યુ હતુ.ડાંગ જિલ્લાના આહવા તાલુકાના કોટબા ગામ ખાતે રહેતી જીગ્નિશા અમિતભાઈ પાલવા (ઉ. વ.12) જે રવિવારે બપોરે ગામના છોકરાઓ સાથે ગામમાંથી પસાર થતી નદીમાં બંધારાના કોતર તરીકે ઓળખાતા ડેમમાં ન્હાવા ગઈ હતી.અને તે ન્હાતા ન્હાતા ચેકડેમના ઊંડા પાણી તરફ જતા તે પાણીમાં બપોરે એક કલાકે ડૂબી જવા પામી હતી.ત્યારે છોકરાઓ એ બુમાબુમ કરી મુકતા,સ્થાનિકો ત્યાં દોડી આવ્યા હતા.અને ચેકડેમમાં બાળકીની શોધખોળ હાથ ધરી હતી.ત્યારે 1.30 વાગ્યાના અરસામાં બાળકીની લાશ મળી આવી હતી.આ બનાવને પગલે પોલીસે આકસ્મિક મોત અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..