DAHODDEVGADH BARIAGUJARAT

દેવગઢ બારીયાના રણધીકપુર ખાતેથી ૧૪ ફૂટ લાંબો અજગર પકડાયો

તા.૨૪.૧૧.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

De.Bariya:પ્રકૃતિ મિત્ર મંડળના સર્પ રેસ્ક્યુઅર દ્વારા રેસ્ક્યુ કરાયું દેવગઢ બારીયાના રણધીકપુર ખાતેથી ૧૪ ફૂટ લાંબો અજગર પકડાયો

દદાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના રણધીકપુરના જામદરા (ઢબુકા)ગામમાંથી ૧૪ ફૂટ લંબાઈ અને ૪૦ કિગ્રા. વજન ધરાવતા મહાકાય અજગરનું રેસ્ક્યુ કરી તેને સલામત સ્થળે છોડી દેવામાં આવ્યો છે.દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળના સર્પ રેસ્ક્યુઅર શાહિદ ભાઈ અને ચિરાગ તલાટી, સ્થાનિક વનવિભાગ અને પોતાની ટીમ સાથે રણધીકપુર વન વિભાગની ટીમ પહોંચી જઈ અજગરનું રેસ્ક્યુ કરીને સહીસલામત રીતે જંગલ વિસ્તારમાં કુદરતી વાતાવરણમાં છોડી દેવામાં આવ્યો છે. ૧૪ ફૂટ લંબાઈ ધરાવતાં તોતિંગ અજગરને આ ટીમે પકડ્યો ત્યારે તેને જોવા ગ્રામજનોના ટોળાં ઉમટી ગયા‌ હતા અને કુદરતના કરિશ્મા જેવા મહાકાય અજગરને જોઈ સહુ અચંબિત થયા હતા

Back to top button
error: Content is protected !!