તા.૦૧.૦૭.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી તાલુકામાં ૯મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને લઈને. મામલેદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું
સંજેલી તાલુકામાં ૯ ઓગસ્ટની વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. ત્યારે આપણા ભારત દેશમા અંબાજી થી ઉમરગામ સુધી ની સીધી લીટી માં. આદિવાસી બાહુલ્ય વિસ્તાર ધરાવે તેમજ સમગ્ર દેશો ના વડા યુનો દ્વારા. વિશ્વ ના દરેક દેશો માં આદિવાસી સમાજના ના લોકો રહે છે ત્યારે આદિવાસી પોતાની ઓળખ જળ જંગલ જમીન અને પોતાની સસ્કૃતિ જાળવી રાખે .તે માટે ઇસ ૧૯૮૨ થી આ ઘોષણા ચાલતી હતી. તે ઠરાવ ૧૯૯૪ સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા અમલ મા લેવામાં આવ્યો હતો .તેમજ ઘોષિત કરેલ ૯ મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ જાહેર કરવામાં આવી હતી. અત્યારે આદીવાસી વિસ્તારો ના સમગ્ર દેશમાં દરેક રાજ્યો માં અને દરેક જિલ્લા ઓ અને તાલુકા થી ગ્રામ્ય વિસ્તારમાં પણ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે. તો દર સાલ આ ઉજવણી કરવા માટે અમારે રજા જાહેર કરાવવા માટે આવેદન પત્ર આપવું પડે છે .તો અમારી આદિવાસી સમાજ ની સંસ્કૃતિ ને ઊજાગર કરવા માટે ના તહેવાર ને અમને દર વર્ષે કાયમી અને કેલેન્ડરી રજા જાહેર કરવામાં આવે તે હેતુ થી સંજેલી તાલુકામાં મામલતદાર મારફતે મહામહિમ રાજ્યપાલને આવેદનપત્ર આપવા માં આવ્યું