GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

MORBi:મોરબી -વાંકાનેરમાં પોલીસે જુગારની અલગ – અલગ બે રેડમા ૧૦ ઈસમો ઝડપાયા

 

MORBi:મોરબી -વાંકાનેરમાં પોલીસે જુગારની અલગ અલગ બે રેડમા ૧૦ ઈસમો ઝડપાયા

 

 

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મોરબી બાયપાસ ઉપર આવેલ લાયન્સનગરમા દરોડો પાડી આરોપી (૧) સંજયભાઇ નરસિંહભાઇ આંબડીયા (૨) વિનુભાઇ વલકુભાઇ સોલંકી (૩) કમલેશભાઇ નરસિંહભાઇ આંબડીયા (૪) કિરણભાઇ નરસિંહભાઇ આંબડીયા અને (૫) સંજયભાઇ વિરૂભાઇ સોલંકીને રોકડા રૂપિયા ૧૫૫૦ સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

જ્યારે બીજા દરોડામાં વાંકાનેર સીટી પોલીસે જીનપરા સાતનાલા પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (૧) સમીરભાઇ ઉર્ફે સમલો ઇકબાલભાઇ મેમણ (૨) અનીલભાઇ ધીરૂભાઇ વીઝવાડીયા (૩) વીપુલભાઇ કાળુભાઇ કોળી (૪) રફીકભાઇ જુમાભાઇ કુરેશી અને (૫) સલીમ રસુલભાઇ બાવરાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા ૨૧૩૦ અને ૪૦૦૦ રૂપિયાના એક મોબાઈલ સહિત કુલ ૬૧૩૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

Back to top button
error: Content is protected !!