ARAVALLIGUJARATMEGHRAJMODASA

મેઘરજ – સરકારી બીએડ કોલેજ મેઘરજ ખાતે ઇનોવેશન ક્લબ અંતર્ગત ૫ દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ – સરકારી બીએડ કોલેજ મેઘરજ ખાતે ઇનોવેશન ક્લબ અંતર્ગત ૫ દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

સરકારી બીએડ કોલેજ મેઘરજ ખાતે તા: 09-03-૨૦૨૬ થી તા: ૧૪-03-૨૦૨૬ સુધી હાઇબ્રીડ મોડ માં “30 hours workshop on educational technology and digital marketing” પર ઇનોવેશન ક્લબ અંતર્ગત ૫ દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. તેમાં ક્રિએટર એકેડમી,આણંદ ખાતેથી ધાર્મિકભાઈ , અક્ષયભાઈ અને વિગ્નેશભાઈ એ ટ્રેનર તરીકેની કામગીરી કરી.

પાંચ દિવસ દરમિયાન ત્રણેય ટ્રેનર ઓ એ ક્રમશઃ યુટ્યુબની બેઝીક માહિતી, કન્ટેન્ટ સ્ટ્રેટેજી અને મોનેટાઈઝેશન અને ગ્રોથ કઈ રીતે કરવો તેના વિષે પ્રેક્ટીકલ માહિતી આપવામાં આવી. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની બેઝીક માહિતી, સ્ટ્રેટેજી અને એન્ગેજમેન્ટ વિષે શીખવવામાં આવ્યું. કેનવા સોફ્ટવેરમાં એડવાન્સ ગ્રાફિક ડીઝાઇન ટેકનીક્સ અને કોલાબ્રેટીવ ડીઝાઇન અને માર્કેટિંગ શીખાવવામાં આવ્યું. એડવાન્સ વિડીઓ એડીટીંગ,એક્ષ્પોર્ટિંગ અને પબ્લીશીંગ કરતા શીખવવામાં આવ્યું. અંતિમ દિવસે સોસીઅલ મીડિયા ના વિવિધ પ્લેટફોર્મસ દ્વારા ડીજીટલ માર્કેટિંગ કરતા શીખવવામાં આવ્યું. તજજ્ઞોના તમામ સેશન પ્રશિક્ષણાર્થીઓ માટે ખુબજ ઉપયોગી સાબિત થયા. વોર્કશોપના અંતે તમામ પ્રશિક્ષણાર્થીઓએ સ્વાધ્યાયકાર્ય સબમિટ કર્યા અને ટેસ્ટમાં સફળ થયેલ પ્રશિક્ષણાર્થીઓને સર્ટીફીકેટ આપવામાં આવ્યા. સમગ્ર વોર્કશોપ નું આયોજન ઇનોવેશન કો.ઓ. ભરતકુમાર પટેલે કોલેજ નાં આચાર્ય રામભાઈના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવ્યું.

Back to top button
error: Content is protected !!