હાલોલમાં પતંગની દોરીથી 5 વર્ષના બાળકનું ગળું કપાતા નિપજ્યુ મોત

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૪.૧.૨૦૨૫
હાલોલ માં ઉતરાયણના પર્વ નિમિત્તે પિતા સાથે મોટરસાયકલ ઉઓર બેસી ફુગ્ગા લેવા નીકળેલા પાંચ વર્ષના માસુમના ગળામાં પતંગની દોરી ઘસાઈ જતા બાળકનું ગળું કપાયું હતું.જેને સારવાર માટે તાત્કાલિક હાલોલ ની રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો,પરંતુ ટૂંકી સારવાર બાદ બાળકનું મોત નીપજ્યું છે.હાલોલ ના રાહત તલાવ ગામે રહેતા પરેશભાઈ તેમના પાંચ વર્ષના દીકરા કુણાલ ને મોટર સાયકલ પર બેસાડી ફુગ્ગા અપાવવા પનોરોમાં ચોકડી આવી રહ્યા હતા તે દરમિયાન તેઓની મોટરસાયકલ આગળ પતંગ ની દોરી આવી જતા આગળ બેઠેલા તેમેના બાળક ના ગળામાં દોરી ઘસાઈ જતા તેનું ગળું કપાયું હતું.કુણાલ ને તાત્કાલિક સારવાર માટે હાલોલ ની રેફરલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરો દ્વારા તેના કપાઈ ગયેલા ગળા ની સારવાર શરૂ કરી હતી પરંતુ ટૂંક જ સમયમાં તેનું મોત નીપજ્યું હતું.બનાવની જાણ પરેશભાઈ ના પરિવારના સદસ્યોને થતા તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા, અને આક્રંદ કરી મુકતા ગમગીની છવાઈ હતી.બનાવ ની જાણ હાલોલ શહેર પોલીસને કરવામાં આવી છે.








