વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર સુરત ખાતે આવેલ વિનસ જ્વેલર્સ ઓફિસમાં કામ કરતા દિલીપભાઈ દેવરાજભાઈ ધામેલીયા (ઉ.વ.આ.51, રહે. ક્રિષ્ણા એવન્યુ પાસે મોટા વરાછા સુરત હાલ રહે.પ્રિયંકા એવન્યુ, અંબિકા પીનેકલની સામે મોટા વરાછા સુરત)નાઓ તા.29/07/2024નાં રોજ ઓફિસે કામ પર ગયા ન હતા.જે બાબતે તેમની પત્ની સાથે બોલાચાલી અને ઝગડો થયો હતો.જેથી તેને માઠું લાગી આવતા આ આધેડ તે જ રોજ પોતાના ઘરેથી ક્યાંક નીકળી ગયા હતા.જેથી તેઓનાં પરિવારજનોએ નજીકનાં પોલીસ મથકમાં ગુમ થયાની ફરીયાદ પણ નોંધાવી હતી.બાદમાં સુરતથી પોલીસ સ્ટેશનમાંથી ગુમ થયેલ આધેડનો મોબાઈલ ટ્રેસ કરતા તેનુ લોકેશન સાપુતારાની વૈશાલી હોટલમાં બતાવતુ હતુ.જેની જાણ આ આધેડનાં પરિવારજનોને કરાતા પરિવારજનોનાં સભ્યો આ આધેડને લેવા માટે તા.02-08-2024નાં રોજ સાપુતારા ખાતે પોહચ્યા હતા.અને તેઓએ સાપુતારા પોલીસ મથકે પણ જાણ કરી હતી.આ બાબતે સાપુતારા પોલીસ મથકનાં કર્મીએ સાપુતારા ખાતે આવેલ વૈશાલી હોટલમાં સંપર્ક કરીને આ આધેડ ખરેખર હોટલમાં રોકાયો છે કે કેમ તે બાબતે તપાસ કરતા આ આધેડ હોટલમાં જ હોવાનું જાણવા મળ્યુ હતુ. જે બાદ વૈશાલી હોટલનો એક માણસ આ આધેડને સાપુતારા પોલીસ મથકે લઈ ગયો હતો.તે દરમ્યાન આ આધેડ દ્વારા જાતે જ કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બાદમાં આ આધેડને તુરંત જ સાપુતારાથી શામગહાન સી.એચ. સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.જોકે સારવાર દરમિયાન આધેડ દિલીપભાઈ ધામેલિયાનું મોત નિપજ્યુ હતુ.આ બનાવને લઇને સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ. એન.ઝેડ.ભોયાએ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..