GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBi:SC-ST અનામતમાં વર્ગીકરણ બાબતે અનુસુચિત સમાજ દ્વારા રેલી યોજી મોરબી કલેક્ટરને આવેદનપત્ર
MORBi:SC-ST અનામતમાં વર્ગીકરણ બાબતે અનુસુચિત સમાજ દ્વારા રેલી યોજી મોરબી કલેક્ટરને આવેદનપત્ર
સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં આજે આપ્યું હતું ભારત બંધનું
મોરબી અનુસુચિત સમાજ દ્વારા શહેરના ગાંધી ચોકથી નહેરુ ગેટ ચોક સુધી રેલી યોજી વેપારીઓને બંધમાં જોડાવવા અપીલ કરવામાં આવી હતી મોરબી અનુ.સમાજ દ્વારા ભારત બંધના એલાનને સમર્થન આપી રેલી યોજવામાં આવી હતી અને જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં જુનો કાયદો ચાલુ રાખવા માંગ કરવામાં આવી હતી સુપ્રીમ કોર્ટે SC-ST કેટેગરીમાં પેટા કેટેગરી પાડીને અનામત આપવાની વાત કરી છે જેનો વિરોધ નોંધાવ્યો હતો આ કાયદાથી જાતિના ભાગલા પાડવાનું કામ થઇ રહ્યું છે જેથી નવા કાયદાને રદ કરી જુનો કાયદો ચાલુ રાખવાની માંગ કરી છે