ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લાના સરડોઇ ગામમાં સરપંચ પતિના દાદાગીરી વિરુદ્ધ મોરચો, કલેક્ટર કચેરીએ સ્થાનિકો નો ધમધમાટ

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લાના સરડોઇ ગામમાં સરપંચ પતિના દાદાગીરી વિરુદ્ધ મોરચો, કલેક્ટર કચેરીએ સ્થાનિકો નો ધમધમાટ

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સરડોઇ ગામમાં ગ્રામ પંચાયતની કામગીરીને લઇને ભારે વિવાદ સર્જાયો છે. ગામના લોકો સહિત મહિલા સદસ્યો અને આગેવાનો મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને સરપંચ ઉષાબા પુવાર વિરુદ્ધ લેખિતમાં આવેદનપત્ર આપ્યું છે.સ્થાનિકોના આક્ષેપ મુજબ, સરપંચ હોવા છતાં ઉષાબા ગામમાં રહેતા નથી અને અમદાવાદમાં નિવાસ કરે છે. વહીવટમાં તેમના પતિ જયદત્તસિંહ પુવારની હસ્તક્ષેપ અને દાદાગીરી વધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે જયદત્તસિંહ પંચાયતના તમામ નિર્ણયો પોતે લે છે અને સરપંચ તરીકે કામગીરી કરે છે, જે ગામના લોકશાહી પદ્ધતિ વિરુદ્ધ છે.પ્રતિસાદ રૂપે, સરપંચ ઉષાબા પુવાર અને તેમના પતિ જયદત્તસિંહ પુવારે આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે અને જણાવ્યું છે કે પંચાયતનો વહીવટ પારદર્શક રીતે ચાલી રહ્યો છે.તેમણે પણ તેમના સમર્થકો સાથે કલેક્ટર કચેરીએ પહોંચીને ગામજનોના આક્ષેપોને ખોટા અને રાજકીય ઈરાદાથી પ્રેરિત ગણાવ્યા છે. જયદત્તસિંહ પુવાર પહેલા કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખ રહી ચુક્યા છે, જેથી સમગ્ર મુદ્દાને રાજકીય રંગ મળવાનો સંભવ છે.હવે જોવાનું એ છે કે જિલ્લા કલેક્ટર તરફથી આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!