તા.૨૨.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod.દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાં પ્રાકૃતિક ખેતી અંગે યોજાઇ તાલીમ
દાહોદ જિલ્લામાં દરેક ગામ દીઠ ૪ બેઠક યોજી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ લાવવા સફળ પ્રયાસ
દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અંગે તાલીમ યોજાઇ હતી. કલસ્ટર દ્વારા ખેડૂતોના ઘરે ગાયનું વેરીફીકેશન કરી ખેડુતોનું રજીસ્ટેશન કરવાની પ્રક્રિયા ચાલી રહી છે સાથે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને રૂ. ૯,૦૦૦ સહાય આપવામાં આવી રહી છે. દાહોદ જિલ્લામાં એક ઝુંબેશ સ્વરૂપે કૃષિ સખી, CRP બહેનોએ , kvk, આત્માં પ્રોજેક્ટના કર્મચારી ગામડે ગામડે જઈ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશેની તાલીમ આપી રહ્યા છે. પાકમાં ઉપયોગી જીવામૃત, ઘન જીવામૃત ઘરે જ બનાવવામાં આવે તો ખેડૂતને બજારમાં ખાતર દવા માટે રૂપીયા ખર્ચવાની જરૂર નથી. વધુમાં તેમણે પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયના છાણ અને ગૌમુત્રનો ઉપયોગ કરી જીવામૃત અને ઘન જીવામૃત બનાવી તેનો ઉપયોગ ખેતીમાં કઈ રીતે કરવો તે અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે જ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો વિશે તેમજ મિશ્ર ખેતી વિશે માહિતી આપી હતી. તાલીમમાં ઉપસ્થિત રહેલા તમામ મિત્રો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે જરૂરી સલાહ સુચન કર્યા હતા