AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના કાંગર્યામાળ ગામના ૬ વર્ષિય બાળકની RBSK ટીમના નેજા હેઠળ સફળ સર્જરી…

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

તા: ૯: ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના કાંગર્યામાળ ગામનો ૬ વર્ષિય બાળક સમીર, જેને જન્મ થી જ અતિગંભીર neural tube defect ખામી હતી. આ બાળક જન્મ થી અત્યાર ૬ વર્ષ સુધી સતત RBSK ટીમ ના સતત દેખરેખ હેઠળ હતા. સમીરને થયેલ આ બીમારીમાં જો સમયસર સર્જરી કરવામા નહી આવે તો તેમના બંને પગ માં આગળ જતાં  હલનચલન ની ક્ષમતા પુરી થઇ જવાની સંભાવના છે. બાળક આગળ જતાં ચાલી પણ નહી શકે સાથે જે તેને પેશાબ કે ઝાડા કરવામાં પણ તકલીફનો સામનો કરવો પડી શકે છે.

આ બાળકને ૨ વખત સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે સર્જરી માટે RBSK ટીમ દ્વારા મોકલવામાં આવ્યાં હતાં. પરંતુ બાળકના વાલીઓ ઓપરેશન માટે તૈયાર નહી હતાં. જે બાદ ત્રીજી વખત RBSK ના વાહન માં સુબિર થી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ફરી વાર મોકલવામાં આવ્યાં. જેમાં હોસ્પિટલમાં તપાસ દરમિયાન બાળકને ડેન્ગ્યુ પોઝીટીવ આવતા તેની સારવાર બાદ સિકલ સેલ પણ પોઝીટીવ આવતા ઓપરેશનમાં વિલંબ થયો હતો. તથા અંતે દાખલ થયાના ૪૦ દિવસ બાદ જટિલ સર્જરી કરવામાં આવી હતી અને ૨ મહિનાની સફળ સારવાર બાદ તારીખ ૧ ડિસેમ્બરના રોજ બાળકને RBSK ના વાહનમાં પરત ઘરે લાવવામાં આવ્યા હતા.

આ બાળક હાલ ટીમ RBSK ના ફોલોઅપ હેઠળ છે. આ સમગ્ર પ્રક્રિયામાં જિલ્લા આરોગ્ય અધિકારી, બાળરોગ નિષ્ણાત, તાલુકા આરોગ્ય અધિકારી, RBSK ટીમ તથા સ્વપથ ટ્રસ્ટનો સહયોગ રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!