
તા.૦૧.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા નજીકના ગામમાં આશરે 62 વર્ષીય વૃદ્ધ મહિલા બિન વારસી હાલતમાં જોવા મળતાં તેઓની મદદ માટે રસ્તા પર થઈને નીકળતા જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરીને જાણ કરતાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન દાહોદ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ અને આ વૃદ્ધ બા જોડે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતુ કે તેઓ તેમના પિયરમાં ભાઈના ઘરે જતા રસ્તામાં ભુલા પડી ગયેલ હોય અને તેઓએ પોતાનો પરિચય કરાવતા તેઓના પિયરના ગામના સરપંચનો સંપર્ક કરીને પરિવાર જોડે ટેલિફોનીક વાત કરી આ વૃદ્ધ બાને તેઓના પિયરમાં પહોંચાડી ત્યાં તેમના ભત્રીજા જોડે ટીમ દ્વારા આ ઘટના અંગે જાણકારી મેળવતા તેઓએ જણાવેલ કે આ બા અહીંયા રહે છે પરંતુ વારસાગત્ત આવી રીતે બધા બધા ભાઈ બહેન ઘરે જાણ કર્યા વગર વારંવાર નીકળી જાય છે અને તેઓની સાસરીમાં આ વૃદ્ધ બા ના પતિ અને દીકરાઓ પણ છે પરંતુ તેઓ તેમની કોઈ સારસંભાળ રાખતા નથી જેથી અમારી પાસે રહે છે તેમ જણાવતા 181 અભયમ ટીમ દ્વારા તેઓની સારસંભાળ રાખવા જણાવી આ બા ને પિયરમાં સોંપેલ છે જેથી પિયરના લોકો દ્વારા અભયમ મહિલા હેલ્પલાઇનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો





