
તા.૧૦.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:લીમખેડા તાલુકા ના ઢઢેલા ગામ મા 7વર્ષ થી ગુમ થયેલ 69 વર્ષીય વૃદ્ધ નું હિન્દુ સંગઠનના પ્રયાસ થી પરિવાર સાથે થયું મિલન.
દિનાંક ૩૦/૧૨/૨૦૨૪ ના રોજ હિન્દુ સંગઠન કાર્યકર્તા રાજકુમાર પરિહાર ના એક મિત્ર દ્વારા તેમના વોટસએપ પર એક વીડિયો આવ્યો. જેમાં લીમખેડા તાલુકાના ઢઢેલા ગામના સબુરભાઇ ભાભોર 2017 મા ગોધરા રેલ્વે સ્ટેશન પર ભૂલથી બીજી ટ્રેનમાં બેસી જતા. ત્રિપુરા રાજ્ય ના પાનીસગર ગામે પહોંચી ગયા હતા., વિડિયો ના આધારે સંગઠન ના કાર્યકર્તાઓ દ્વારા લીમખેડા પોલીસ સ્ટેશન પર જાણ કરી, ખાતરી કર્યા પછી , વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત ક્ષેત્ર ના ક્ષેત્રીય સંગઠન મંત્રી રંગ રાજે જી નો સંપર્ક કરી ત્રિપુરા રાજ્ય ના કાર્યકર્તા દિનેશ તિવારી જી, શશીકાંત કાશી જી, સુજોય દત્તા જી ના સંપર્ક કરી, દીનાંક 01/01/2025 ના રોજ રાજ કુમાર પરિહાર, સતીશ ભાઇ અને દિનેશભાઇ ટ્રેન મા એમને લેવા પહોંચ્યા, અને 08/01/2025 . ના રોજ પરત ફર્યા. અને સબુરભાઈ ના પરિવાર એ ખુશી સાથે આભાર વ્યક્ત કર્યો આ સંપૂર્ણ કાર્ય માં રીતુભાઇ પાલ, રાજ કુમાર પરિહાર, યોગેશ જયસ્વાલ, બળવંતભાઇ ખોડ, મનીષભાઈ પંચાલ, અને રિન્કેશભાઇ પ્રજાપતી નો ખુબ જ યોગદાન રહ્યો.



