GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળવા પહોંચ્યા ૯૦ વર્ષીય દાદીમા…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ.
નવસારી ટાઉનહોલ ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળવા એક ૯૦ વર્ષીય દાદિમા પહોંચ્યા હતા. વરિષ્ઠ બા સ્ટેજ પર આવવાનો પ્રયાસ કરતા હોવાથી મુખ્યમંત્રીશ્રીએ પોતે સ્ટેજની નીચે આવી બાને મળવા આવ્યા હતા. નવસારી જિલ્લાના વેજલપુર વિસ્તારના ૯૦ વર્ષીય હીરાબેન મધુકાન્તભાઈ દરજી પ્રત્યે મુખ્યમંત્રીશ્રીએ સંવેદના વ્યક્ત કરી હતી.હીરાબા એ મુખ્યમંત્રીશ્રીને હર્ષભેર આશીર્વાદ આપ્યા હતા.




