
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લીમાં ભુપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં ઓટો રિક્ષા પાછળ બેનર જોવા મળ્યા, સ્થાનિક તંત્ર અજાણ..?સમર્થનમાં લગાવેલા હોડીંગ્સની તપાસ પણ અધ્ધરતાલે
રોકાણકારોને ઊંચું વ્યાજ આપવાની લાલચે રોકાણકારો પાસે લાખોથી લઈને કરોડો રૂપિયાનું રોકાણ કરાવી કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર ભુપેન્દ્રસિંહ ઝાલા હાલ જેલમાં.પરંતુ બહાર તેના સમર્થકો અલગ અલગ પ્રકારે સમર્થન કરી રહ્યા છે તે પ્રકારની અવનવી માહિતી સામે આવી હતી થોડા દિવસ પહેલા જ રાજેન્દ્રનગર થી મોડાસા રોડ ઉપર તેમજ રાજેન્દ્રનગર થી હિંમતનગર રોડ ઉપર ભુપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં હોડિંગ લાગ્યા હતા જેના અનુસંધાને તપાસ પણ રૂરલ પોલીસ મોડાસાને સોંપવામાં આવી હોવાની માહિતી મળી હતી પરંતુ હજુ સુધી આ બોર્ડ કોને લગાવ્યા તે તપાસમાં સામે આવ્યું નથી. બીજી તરફ હવે અરવલ્લીની અંદર ભુપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં ઓટો રિક્ષા પાછળ બેનર લગાવેલા જોવા મળ્યા હતા જેનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે રીક્ષા મોડાસા-શામળાજી રોડ પર રિક્ષા પાછળ બેનર જોવા મળ્યા હોવાનું વિડિઓમાં માલુમ પડ્યું છે જેમાં રિક્ષા પાછળ લગાવેલા બેનરમાં ‘WE SUPPORT BZ’ લખાણ સાથે બેનર લગાવાયેલા જોવા મળ્યા હતા બીજી તરફ પોન્ઝિસ્કીમના આરોપમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ પણ જેલમાં છે પરંતુ હવે રિક્ષા ચાલકો પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં જોડાયા છે તેવું લાગી રહ્યુ છે. આરોપીના સમર્થનમાં કોણ ભાગીદાર છે તે તપાસનો વિષય છે પરંતુ સ્થાનિક તંત્ર શું આ બાબતે અજાણ છે કે શું..? આરોપીને સમર્થન કરનાર કોણ તે હજુ સુધી સ્થાનિક તંત્ર શોધી કાઢવામાં નિષ્ફળ નીવડ્યું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે





