AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

કૃષિ મૂલ્યવર્ધનથી ઉદ્યોગસાહસિકતાની દિશામાં આગળ ધપતો અમદાવાદ જિલ્લો: માંડલના સ્વ-સહાય જૂથની સફળતા મનોહર ઉદાહરણ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

બાગાયતી અને કૃષિ પાકોમાં મૂલ્યવર્ધન થકી ઉદ્યોગસાહસિકતા વિકાસ તરફ રાજ્યના અનેક ખેડૂતો દ્રઢપણે આગળ વધી રહ્યાં છે. ખાસ કરીને અમદાવાદ જિલ્લાનું નામ આ ક્ષેત્રે અગ્રેસર રહી છે. રાજ્ય સરકારના સહાય કાર્યક્રમો દ્વારા અહીંના ખેડૂતો કૃષિથી ઉદ્યોગસાહસિકતા તરફ યશસ્વી પડકાર સ્વીકારી રહ્યાં છે.

માંડલ તાલુકાના નવા ગામે સ્થિત શ્રીજી મિશન મંગલમ સ્વ-સહાય જૂથ એક એવી સફળ ઘટના છે, જ્યાં 10 મહિલાઓએ મરચાં અને હળદર પાવડરનું મૂલ્યવર્ધન કરીને વર્ષ દીઠ અંદાજે ચાર લાખ રૂપિયાનો ધંધો ઉભો કર્યો છે. બે વર્ષ અગાઉ શરૂ થયેલા આ જૂથે બાગાયત ખાતાની સહાયથી મસાલા પલ્વરાઇઝર, ગ્રાઇન્ડીંગ અને મિક્સિંગ મશીનો સહિતનું પ્રોસેસિંગ યુનિટ સ્થાપિત કર્યું છે.

આ જૂથની લીડર જાગૃતિબહેન જણાવે છે કે, “અમે હવે માત્ર ખેડૂત તરીકે નહીં, પણ ઉદ્યોગસાહસિક તરીકે પણ કામગીરી કરીએ છીએ.” બાગાયત વિભાગની સહાય હેઠળ તેમને 3.03 લાખ રૂપિયા સહાય મળી હતી, જેમાંથી 75% રકમ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી હતી. તેઓએ જણાવ્યુ કે આ મશીનો દ્વારા હળદર, મરચાં, ધાણાં જેવા પાકોનું ગુણવત્તાવાળું પાવડર બનાવી વેચાણ કરવામાં આવે છે.

આ પ્રોસેસિંગ યુનિટ દ્વારા શરૂ કરાયેલી આ કામગીરી માત્ર પરિવારની આવકમાં વધારો લાવતી નથી, પણ આસપાસના વિસ્તારોમાં પણ ખેડૂત મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે. શ્રેષ્ઠ ગુણવત્તાના કાચા માલમાંથી ઊભી થતી વિક્રયક્ષમ પ્રોડક્ટ્સ ખેડૂતોના આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાને નવો ઓટ આપે છે.

આ રીતે, કૃષિમાં મૂલ્યવર્ધન દ્વારા આત્મનિર્ભર ભારતના વિઝનને સાર્થક કરવાની દિશામાં આમ નાના ગામડાઓમાંથી ઉદ્યોગસાહસિકતાના મોટાં ઉદાહરણો ઊભાં થઈ રહ્યાં છે.

Back to top button
error: Content is protected !!