GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ચકચારી લેન્ડ ગ્રેબિંગ કેસની સમગ્ર ફરિયાદ હાઈકોર્ટે રદ કરી, બંને આરોપીનો નિર્દોષ છુટકારો 

MORBI:મોરબીના ચકચારી લેન્ડ ગ્રેબિંગ કેસની સમગ્ર ફરિયાદ હાઈકોર્ટે રદ કરી, બંને આરોપીનો નિર્દોષ છુટકારો

 

 

મોરબી તાલુકામાં નોંધાયેલા ચકચારી લેન્ડ ગ્રેબિંગ અને બનાવટી દસ્તાવેજ બનાવી ખરા તરીકે ઉપયોગ કરવાના કેસમાં આરોપીઓ વલમજીભાઈ ભુદરભાઈ કાલરીયા અને પરેશ ધનજીભાઈ પાંચોટિયા સામે નોંધાયેલ સમગ્ર ફરિયાદ હાઈકોર્ટે રદ કરી બંને આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે

Oplus_131072

મોરબી તાલુકા પોલીસ મથકમાં ઉંચી માંડલ ગમે સર્વે નં ૧૨૬/૧ પૈકી ૧ ની જમીનમાંથી આશરે ૧૫૫૦ ચો.મી. વાળી જમીન પર આરોપીઓ વલમજીભાઈ ભુદરભાઈ કાલરીયા અને પરેશભાઈ ધનજીભાઈ પાંચોટિયા બંને રહે મોરબી વાળાએ જમીન પચાવી પાડવાના આશયથી ફરિયાદી અને સાહેદોની જાણ બહાર બનાવટી સંમતી પત્ર બનાવી નગર નિયોજકમાં લે આઉટ પ્લાન મંજુર કરાવી જમીનનો વપરાસી હક્ક દર્શાવવા બનાવટી દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરી ગેરકાયદે કબજો કરી જમીન પચાવી પાડી ગુનો કર્યાની ફરિયાદ નોંધાઈ હતી જેથી પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી છે

જે કેસમાં આરોપીઓએ પોતાના એડવોકેટ મારફત ગુજરાત હાઈકોર્ટમાં બી.એન.એસ.એસ.ની કલમ ૫૨૮ હેઠળ કન્સાઈટ ક્વોસિંગ પીટીશન ફાઈલ કરી હતી ગુજરાત હાઈકોર્ટે બંને પક્ષકારોની રજૂઆતને ધ્યાને લઈને હવે બંને પક્ષકારો વચ્ચે કોઈ તકરાર ના હોય અને સમગ્ર સમાજનું હિત ધ્યાને લઈને વિવિધ કેસના જજમેન્ટ ટાંકી મોરબી તાલુકામાં થયેલ ફરિયાદ અને તમામ પ્રોસીડીંગ રદ કરવાનો હુકમ કર્યો હતો અને આરોપીઓને છોડી મુકવાનો હુકમ કર્યો હતો જે કેસમાં આરોપી તરફે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ એમ કે પંડ્યા, જીલ્લાના સીનીયર એડવોકેટ દિલીપ આર અગેચણીયા, યુવા એડવોકેટ જીતેન ડી અગેચણીયા, જે ડી સોલંકી, રવિ ચાવડા, કુલદીપ ઝીન્ઝુંવાડિયા, ક્રિષ્ના જારીયા અને ઉષા બાબરિયા રોકાયેલ હતા

Back to top button
error: Content is protected !!