GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લાના પેન્શનરોને મોટી રાહત: ટપાલી હવે ઘરે આવીને હયાતિની ખરાઈ કરશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી, તા.૩૦: ટપાલી હવે ઘરે આવીને હયાતિની ખરાઈ કરશે. પોષ્ટ ઓફિસ કે પોષ્ટ બેંક્નો સ્ટાફ દરેક પેન્શનરના ઘરે જશે, ત્યારે તેમની પાસેથી ડીજીટલ લાઇફ સર્ટીફિકેટના પેંશનરના બાયોમેટ્રિક લઈ તુરત જ મોબાઇલમાં લાઇફ સર્ટીફિકેટ ઇસ્યુ થશે અને બીજી નકલ પેન્શન ચુકવણા ઓફિસમાં પહોંચશે. પોષ્ટ ઓફિસ દ્વારા આ બાબતે પેન્શનરોનો સંપર્ક કરવામાં આવશે. પેન્શનરોને આ બાબતે જાગૃત બનવા અને સુવિધાનો લાભ લેવા અદહિક તિજોરી અધિકારીશ્રી નવસારીની અખબારી યાદીમાં અપીલ કરાઇ છે.

Back to top button
error: Content is protected !!