થરાદ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદાતી મગફળીના માપતોલમાં મસ્ત મોટો ગોટાળો! અધિકારી મૌન

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવ પર મગફળી ખરીદી માટે થરાદ માર્કેટ યાર્ડમાં અંદાજિત 15 સેન્ટરો ફાળવવામાં આવ્યા છે, પરંતુ આ સેન્ટરોમાં હવે માપતોલમાં મોટો ગોટાળો બહાર આવ્યો છે.સ્થળપરના સર્વે દરમિયાન જાણવા મળ્યું હતું કે કેટલાંક સેન્ટરોમાં 35.800કિલો તો ક્યાંક 36 કિલો અને ક્યાંક 38 કિલો સુધીનું માપતોલ બતાવવામાં આવી રહ્યું છે. એટલે કે, દરેક સેન્ટરનું માપ તોડ અલગ — જે સ્પષ્ટ કરે છે કે ખેડૂતોને તોલમાં ન્યાય નથી મળતો.
ખેડૂતો પાસે મીડિયા સામે બોલવાની હિંમત નથી કારણ કે, “જો બોલીએ તો માર્કેટમાં માર પડે” એવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે ખેડૂતો મજબૂરીમાં ચૂપ રહી અન્યાય સહન કરી રહ્યા છે.
વેપારીઓ સામે તપાસની માંગ ઉઠી રહી છે, પરંતુ ગુજકો કંપનીના અધિકારીને સંપર્ક કરતા તેમણે ફોન જોઈને બંધ કરી રફુચક્કર થઈ ગયા, જેનાથી મિલીભગતની શંકા વધુ ઘેરી બની રહી છે.
થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મલુપુરગ્રામ પંચાયતમાં સ્નેહમિલનમાં એક નિવેદન આપ્યું કે “ખેડૂતો સાથે અન્યાય કરનાર કોઈને છોડવામાં નહીં આવે.” હવે જોવાનું એ રહ્યું કે માર્કેટ યાર્ડના વેપારીઓ સામે ધારાસભ્યની આ ચેતવણી બાદ કોઈ કાર્યવાહી થાય છે કે નહીં



