Rajkot: ભાયાવદર નગરપાલિકા દ્વારા ૧૨ સફાઈ કામદારોને “બેસ્ટ સફાઈ કામદાર” પુરસ્કારથી સન્માનિત કરાયા

તા.૨૧/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
શહેર સ્વચ્છ અને નાગરિકો નિરોગી રહે તે માટે સફાઈ કર્મીઓનું શ્રમદાન
Rajkot: ભાયાવદર નગરપાલિકા દ્વારા ૧૨ સફાઈ કામદારોને “બેસ્ટ સફાઈ કામદાર”પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે સફાઈ કામદારોની કામગીરીને બિરદાવી રૂપિયા ૧.૨૦ લાખની રકમથી સન્માનિત કરાયા હતા.
સફાઈ કર્મીઓ શહેરને સ્વચ્છ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ચોમાસાની ઋતુમાં ગંદકીથી રોગચાળો ફેલાવાનો વધુ ભય રહે છે. પરંતુ સફાઈ કામદારોની કાર્યકુશળતાથી શહેર સ્વચ્છ અને નાગરિકો નિરોગી રહી શકે છે. સફાઈ કામદારોની મહેનતથી રસ્તા, ગલી, જાહેર સ્થળો સ્વચ્છ રહે છે.
ત્યારે સફાઈ કામદારોને પ્રોત્સાહન મળે તથા શહેરની સફાઈ વધુ સારી રીતે કરવા પ્રોત્સાહન મળે તે માટે ભાયાવદર નગરપાલિકા દ્વારા ૧૨ સફાઈ કામદારોને “બેસ્ટ સફાઈ કામદાર” પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. આ તમામ સફાઈ કામદારોને નગરપાલિકાએ રૂપિયા ૧૦-૧૦ હજાર આપી તેઓની કામગીરીને બિરદાવી હતી.






