
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં બુરથડી ગામે રહેતા ભીખુભાઈ કાળુભાઈ ગાવીત.ઉ.52 જેઓ તેની પત્ની જ્યંવતીબેન સાથે ડીલક્સ બાઈક ન.જી.જે.19.પી.પી.5657 લઈ સુબિર નવાપુર માર્ગ પર જામાલા ગામની હદમાં ફોરેસ્ટ ચેકપોસ્ટ નાકાની આગળ ઉકાળાના પાણીનાં ઘાટમાં આવેલ મોટા વળાંક પાસેથી પસાર થઈ રહ્યા હતા.તે દરમિયાન ભીખુભાઈ ગાવીતે બાઈક પરથી કાબુ ગુમાવતા બાઈક માર્ગની બાજુમાં સંરક્ષણ દીવાલ સાથે ભટકાઈ હતી.અહી બાઈક પર સવાર દંપતિ સંરક્ષણ દીવાલ સાથે ભટકાઈને 25 ફૂટ નીચે કોતરના ખડક પર પટકાતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતના બનાવમાં દંપતિને ગંભીર ઈજાઓ પોહચી હતી.આ અકસ્માતના બનાવમાં બાઈક ચાલક ભીખુભાઈ ગાવીતનું ગંભીર ઈજાઓનાં પગલે મોત નીપજ્યુ હતુ. આ બનાવ સંદર્ભે સુબિર પોલીસ મથકે મરનાર ભીખુભાઇ ગાવીતના પુત્ર અરવિંદભાઈ ગાવીતે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..




