કાંકરેજ તાલુકાના ખસા ખાતે ધરતી જિનિંગમાં ભાજપાની બેઠક યોજાઈ.
કાંકરેજ તાલુકાના ખસા ખાતે ધરતી જિનિંગમાં ભાજપાની બેઠક યોજાઈ.

કાંકરેજ તાલુકાના ખસા ખાતે ધરતી જિનિંગમાં ભાજપાની બેઠક યોજાઈ.
આગામી સમયમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને લઈને રાજકીયપક્ષો દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે બેઠકોનો દોર શરૂ કર્યો છે ત્યારે કાંકરેજ તાલુકાના ખસા ખાતે ધરતી જીનિંગમા ૩૦ મી માર્ચ ૨૦૨૬ ના રોજ ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને ઉત્તર ઝોનના પ્રભારી અજયભાઈ બ્રહ્મભટ્ટ, બ.કાં. જિલ્લા પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલ,સંગઠન પ્રભારી ધવલભાઈ દવે બ.કાં. જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા,પુર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરીયા, બનાસ બેંકના ચેરમેન ડાહ્યાભાઈ પીલીયાતર,પૂર્વચેરમેન અણદાભાઈ પટેલ,થરા સ્ટેટ માજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલા,બનાસ ડેરીના ડિરેક્ટર બાબુભાઈ ચૌધરી,થરા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, હરગોવનભાઈ શિરવાડિયા, સુખદેવસિંહ સોઢા,ઠાકોર સેના ના પ્રમુખ ડી.ડી.જાલેરા,કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટવર પટેલ,મહામંત્રી અમરસિંહ સોલંકી,મહામંત્રી રમેશભાઈ જોષી,બકુભા વાઘેલા,ઈસુભા વાઘેલા,રાઘવેન્દ્ર જોષી,શરદ સાંપરીયાની ઉપસ્થિતિમા કાંકરેજ તાલુકા ભાજપા દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.દીપ પ્રાગટ્ય બાદ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. પ્રાસંગિક પ્રવચન કરતા અજય બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે ભાજપાએ જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બનાવવા માટે વર્ષોથી મહેનત કરી રહેલ છે તેમ છતાં હજુ સુધી જિલ્લા પંચાયત ભાજપા ની બની શકી નથી એનું મને દુઃખ છે.કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આવનાર સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટો ઉપર ભાજપનો ભગવો લહેરાશે.વડા પ્રધાન નરેન્દ્ર મોદી વાવ-થરાદ અને બ.કાં.જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે દરેક બુથના પ્રમુખો અને કાર્યકર્તાઓ કાંકરેજ તાલુકા વિધાનસભા વિસ્તારમાંથી વિશાળ સંખ્યામાં હાજરી આપી સહભાગી બને તેમ જણાવ્યું હતું.પાંચમી એપ્રિલ ના રોજ દરેક બુથના પ્રમુખોએ પોતાના વિસ્તારમાં દરેકના ઘરે ઘરે પહોંચી જન સંપર્ક કરી ભાજપની વિચારધારા અને યોજનાઓ વિશે માહિતી આપી ભાજપ તરફ પ્રેરિત કરવા તેમજ છઠ્ઠી એપ્રિલના રોજ ભાજપાનો સ્થાપના દિવસ હોવાથી વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાઈ સહભાગી બને અને આવનારા દિવસોમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માં ભાજપનો ભગવો લહેરાય એવી આશા વ્યક્ત કરી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99785 21530





