મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો.

તારીખ 13/7/2024
રિપોર્ટર ….
અમીન કોઠારી :- મહીસાગર
મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો…
હેલપિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને અમીરાત કમેટી કાલુપુર , દ્વારા તથા લારા હોસ્પિટલ ગોધરા ના સહયોગ થી મહીસાગરના બાલાસિનોર માં રક્તદાન કેમ્પ નું આયોજન કરાયું….
બાલાસિનોર ખાતે બે અલગ-અલગ સ્થાને
રક્ત દાન કેમ્પ રાખવામા આવ્યું હતું, જેમાં નવપંચ જમાત ખાના અને કાલુપુર મદરસા મા ગોધરા તથા લુણાવાડા રેડ ક્રોસ ના સહયોગ થી સફળ આયોજન હેઠળ બાલાસિનોર સમાજ ના જાગૃત નાગરિકો એ રક્ત દાન કરી આયોજન ને સફળ બનાવ્યો .
જેમાં બાલાસિનોર શહેર ના ઓલમા એ કીરામ , બાલાસિનોર ના તમામ પ્રતિષ્ઠિત આગેવાનો તથા લુણાવાડા આરોગ્ય વિભાગ અધિકારી સઈદ ભાઈ , લુણાવાડા ના કોર્પોરેટર કૌશર એહમદ ભાઈ અને લારા હોસ્પિટલ ગોધરા થી ફિરોઝ ખાન એ હાઝરી આપી તથા બાલાસિનોર ની તમામ કમેટીઓ એ રક્ત દાન કરી સાથ-સહકાર આપ્યો.
આ કેમ્પ મા નવપંચ જમાત ખાના મા 123 બોટલ અને કાલુપુર મદરસા મા 32 બોટલ એમ કુલ *155* બોટલ લોહી નું દાન કર્યું જેમાં ગોધરા રેડક્રોસ ને 115 અને લુણાવાડા રેડ ક્રોસ ને 40 યુનિટ લોહી આપવામાં આવ્યું.




