
તા.૧૮.૧૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના માતવા ગામની ૯ વર્ષ ની બાળકીને શાળામાં RTE એક્ટ ૨૦૦૯ મુજબ એડમીશન
ગરબાડા તાલુકામાં SSE ઇન્ડિયા દ્વારા અને યુનિસેફ ના સહયોગ થી ARC ( એડોલેસન્ટ રિસોર્ચ સેન્ટર ) ચાલે છે. જે BRC ( બ્લોક રિસોર્ચ સેન્ટર ) ગરબાડા માં ચાલે છે. જેની અંદર યોજનાકીય માહિતી કેરિયર ગાયડેન્સ, વોકેશનલ ટ્રેનિંગ, બાળ મજૂરી બાળ લગ્ન, જેવી વિવિધ બાબતો પર માહિતી આપવામાં આવે છે.2 ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે માતવા ગામ માં ગ્રામ સભા નું આયોજન કરેલ હતું. આ ગ્રામ સભા માં ગામના સરપંચ, TDO , તલાટી, SSE ઇન્ડિયા માંથી સલભ સાહેબ શ્રી, એસ્પાયર પ્રોગ્રામના ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર અને ગામના ગ્રામજનો હાજર રહ્યા. જેમાં ARC ગરબાડા ટીમ દ્વારા માતવા ગામ માં ગ્રામ સભા માં ડ્રોપ આઉટ, વહાલી દીકરી યોજના, પાલક માતા પિતા યોજના, બાલિકા પંચાયત વિશે માહિતી આપવામાં આવી જે માહિતી આપી તેમાં ગામના MPHW પ્રભાતભાઈ દ્વારા જણાવામાં આવ્યું કે માતવા ગામમાં 1 બાલિકા છે, જે ૯ વર્ષ ની છે. તો હજી 1લા ધોરણ માં એડમીશન પણ કરાવ્યું નથી. જે વધારે બીમાર રહતી હોવાથી તેનું શાળામાં એડમીશન થય શક્યું નથી. અને હવે તેની ઉંમર ૯ વર્ષ થય ગય છે. જેથી તેને કોઈ શાળા માં એડમીશન મળતું નથી. અને માતા પિતા મજૂરી અર્થે બહાર ગામ જાય છે. જેથી કરીને તે શાળામાં જતી નથી અને તેના નાના ભાઈ બહેન ને રમાડવા માટે ઘરે રહે છે. પરંતુ તેના માતાપિતા તેને ભણવા માંગે છે. અને બાલિકા પણ ભણવા માંગે છે ગામ ના MPHW પ્રભાતભાઈ જોડેથી તે બાળકી ના ઘરનું એડ્રેસ લઇ અને ARC ની ટીમ બીજા જ દિવસે તે બાળકી ના ઘરે તેની ગૃહ મુલાકાત માટે ગયા. તેમના ઘરે જાય તે બાલિકા ના માતાપિતા ને મળ્યા. અને તે બાલિકા વિશે વાત કરી. તો તે બાળકી નું નામ ભુરીયા આશાબેન સરદારભાઈ છે. જે શાળા એ જવા માંગે છે, પરંતુ કોઈ નજીકની શાળા માં એડમીશન મળતું નથી. તેનું કારણ કે તે હાલ ૯ વર્ષ ની છે. તેથી તેને એડમીશન મળતું નથી. ત્યાર બાદ બાલિકા જોડે પણ વાત કરી કે તે શાળા એ જવા માંગે છે કે નહિ. તો તે બાલિકા એ જણાવ્યું કે તે ભણવા માંગે પરંતુ એડમીશન મળતું નથી. તેથી તે ઘરે છે અને માતા પિતાને ઘરકામ માં મદદ કરે છે માતા પિતાની આ વાત સાંભળ્યા પછી અમે ત્યાં નજીક ની શાળા છે માતવા વર્ગ પ્રાથમિક શાળા તેમાં ગયા અને ત્યાં બાલિકા ( આશાબેન) ના પિતા ને પણ જોડે લઈ ને ગયા.ત્યાં શાળામાં આચાર્યને મળ્યા. આચાર્ય એ જણાવ્યું કે બાલિકા દરરોજ શાળા એ આવે તો તેનું એડમીશન કરવી શકુ. તેનું એડમીશન જો દરરોજ શાળા એ આવશે તો RTE એક્ટ ૨૦૦૯ મુજબ ૬ વર્ષ થી વધુ ઉંમર ના બાળકને કોઈ શાળા માં પ્રવેશ ના આપાયો હોય અથવા પ્રવેશ આપાયા છતાં અભ્યાસ પૂર્ણ ના કરી શક્યો/ શકી હોય તો તેની ઉંમર ને અનુરૂપ વર્ગમાં પ્રવેશ આપવામાં આવશે. જેથી સરકારના નિયમ મુજબ મફત અને ફરજીયાત શિક્ષણનો હક છે. તે મુજબ તે બાળકી ને ૪




