શહીદ દિન નિમિત્તે ગોધરા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
NSS અને રેડક્રોસના સહયોગથી આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
આજરોજ તારીખ 19 જુલાઈ 2024 ના રોજ ગોધરાની જાણીતી શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે NSS વિભાગ દ્વારા રક્તદાન શિબિર નું આયોજન થયું હતું. રેડ ક્રોસ ગોધરા ની ટીમે સૌપ્રથમ વિદ્યાર્થીઓની હિમોગ્લોબિન, વજન જેવી તપાસ કરી હતી ત્યારબાદ તેમને બ્લડ ડોનેશન કરવા માટે પ્રોત્સાહિત કર્યા. હતા વિવિધ વિભાગના વિદ્યાર્થીઓ જેમ કે ઇતિહાસ માઇક્રોબાયોલોજી કેમેસ્ટ્રી વગેરે વિષયના વિદ્યાર્થીઓ ઉપરાંત એનએસએસ ના વોલન્ટેરોએ સ્વૈચ્છિક રક્તદાન કરી માનવતાની મહેક પ્રસરાવી હતી. અંદાજિત કુલ 20 થી વધુ રક્તદાન યુનિટ એકત્ર કરાયા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર તેમજ બોટની માં આસિસ્ટન્ટ પ્રોફેસર, ડો. રૂપેશ એન નાકરે કર્યું હતું સહકાર સંબંધિત માર્ગદર્શન ઇતિહાસ વિભાગના સુરેશ ચૌધરી એ આપ્યું હતું. માઇક્રો બાયોલોજી વિભાગના પીવી ધારાણી મેડમ, ઇકોનોમિક્સ ના જોગરાણા સાહેબ, સંસ્કૃત વિષયના ડો. આરસી વ્યાસ તેમજ સાયકોલોજીના ડો કેતન સાકલા સાહેબે હાજરી આપી સૌને પ્રોત્સાહિત કર્યા હતા. ડો એમ બી પટેલ સાહેબ પ્રિન્સિપલશ્રી એ સૌનો આભાર માન્યો હતો અને આ સુંદર કાર્યક્રમ બદલ એનએસએસ વિભાગને શુભેચ્છાઓ પાઠવી હતી.