GUJARATJUNAGADHKESHOD

કેશોદ લોહાણા મહાજનનાં પૂર્વ પ્રમુખની સતત 41વર્ષ ની સેવાઓને બિરદાવવામાં આવી

કેશોદ લોહાણા મહાજનનાં પૂર્વ પ્રમુખની સતત 41વર્ષ ની સેવાઓને બિરદાવવામાં આવી

કેશોદ લોહાણા મહાજન માં સતત 41 વર્ષ સુધી નિસ્વાર્થ ભાવે સમાજની સેવા તન, મન અને ધનથી કરનાર ગોવિંદભાઈ દેવાણી એક અનોખું વ્યક્તિત્વ ધરાવતા પ્રમુખ હતાં અને પોતના સિદ્ધાંતોમાં કોઈ પણ જાતની બાંધ છોડ કર્યા વગર પ્રમાણિકતા થી સેવા કરી છે એમની સેવાને રઘુવંશીઓ ક્યારે પણ ભૂલી શકે તેમ નથી તેઓ નગર પાલિકામાં ઉપ પ્રમુખ હતાં ત્યારે પણ અણિશુદ્ધ પ્રમાણિક વ્યક્તિની ઈમેજ ધરાવતા હતા હંમેશા સમાજને કઈક આપવાના હેતુથી જ્યારે કેશોદમાં રઘુવંશી સમાજ માટે અગતરાય રોડ પર પાર્ટી પ્લોટ નું નિર્માણનું કામ હાથ ધરાયું હતું ત્યારે તેમના તરફથી તેમના ધર્મપત્ની નાં નામે 11 લાખ રૂપિયા જેવી માતબર રકમનું દાન કરેલ હતું હાલ જ્યારે ઉંમરના કારણે સ્વેચ્છાએ રાજીનામું આપી અને નવા લોક ચાહના ધરાવતા સાત ટ્રસ્ટીઓ ની નિમણુક માટે પણ પોતે આગળ આવી સમાજની એકતા અખંડિતતા જળવાય તેવા પ્રયત્નો તેમના દ્વારા કરવામાં આવેલ હતાં તેમની સેવાઓને રાજવંશી સમાજ દ્વારા ધ્યાને રાખીને તેમનું અદકેરું સન્માન સમાજના જનરલ બોર્ડ ની મિટિંગમાં કરવામાં આવ્યું હતું આ તકે તેમના તરફથી લોહાણા સમાજ માટે વૃદ્ધાશ્રમ ની સ્થાપના કરવામાં આવે તો 25 લાખ રૂપિયા જેવી માતબર રકમ આપવા જાહેરાત કરી હતી તેમની જાહેરાતને સમાજ દ્વારા તાળીઓ નાં ગળગકળાટ સાથે બિરદાવવામાં આવી હતી જનરલ બોર્ડ ની બેઠકમાં નવા ટ્રસ્ટીઓની નિમણૂકને સર્વ સંમતિથી શાંતિથી મંજૂર કરવામાં આવી હતી અને લોકોની અપેક્ષા નવા ટ્રસ્ટીઓ પૂર્ણ કરી પોતાની કાબેલિયત બતાવે અને વધારે સમય પસાર ન કરે તેવું ઈચ્છે છે

રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!